Viral Video: કેચ છોડયા બાદ હેબતાઈ ગયો શુભમન ગિલ, લાઈવ મેચમાં સ્ટંપ માઈકમાં કેદ થઈ ‘ગંદી બાત’

ભારતીય ટીમે માત્ર 16 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરતું કેપ્ટન હાર્દિક પંડયા, કેએલ રાહુલ અને જાડેજાની શાનદાર બેટિંગને કારણે ભારતીય ટીમે આ મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી.પણ મેચમાંથી શુભમન ગિલનો એ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.

Viral Video: કેચ છોડયા બાદ હેબતાઈ ગયો શુભમન ગિલ, લાઈવ મેચમાં સ્ટંપ માઈકમાં કેદ થઈ ગંદી બાત
Viral Video
| Edited By: | Updated on: Mar 18, 2023 | 4:27 PM

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 188 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ભારતીય ટીમની શરુઆત પણ ખરાબ થઈ હતી. ભારતીય ટીમે માત્ર 16 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન હાર્દિક પંડયા, કેએલ રાહુલ અને જાડેજાની શાનદાર બેટિંગને કારણે ભારતીય ટીમે આ મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી પણ મેચમાંથી શુભમન ગિલનો એ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.

ભારતીય ટીમના 23 વર્ષીય યુવા ક્રિકેટર શુભમન ગિલ પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. તે મેદાન પર સિક્સ અને ચોગ્ગાનો વરસાદ કરતો જોવા મળે છે. હાલમાં જ તેણે ટી20, વનડે અને ટેસ્ટમાં સેન્ચુરી પણ ફટકારી છે. તે શાંત સ્વભાવનો ખેલાડી છે પણ હાલમાં તેનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની પ્રથમ વનડે મેચ દરમિયાન કુલદીપની ઓવરમાં તેણે ઓસ્ટ્રેલિયાના ખેલાડી ગ્રીનનો કેચ છોડી દીધો હતો. કેચ છોડયા બાદ તે પોતાના પર જ ગુસ્સે થયો હતો અને ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યો હતો, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

નાટુ-નાટુ પર કોહલીનો ડાન્સ

 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી ઓસ્કાર વિજેતા ગીત નાટુ-નાટુ પર ડાન્સ કરતો જોવા મળ્યા હતો, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ફિલ્મ RRRના ગીત નાટુ-નાટુ એ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો હતો, ત્યારબાદ આ ગીતનો જબરદસ્ત ક્રેઝ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે.  ત્યારે વિરાટ કોહલી પણ મેચ દરમિયાન આ ગીતના સ્ટેપ્સ કરતો દેખાયો. નાટુ નાટુ સોંગે 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીત માટે એકેડેમી એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય ગીત બન્યું. ફિલ્મ RRRનું આ ગીત પહેલાથી જ ઘણા પુરસ્કારો જીતી ચૂક્યું છે.