Viral VIDEO: રીલ બનાવવાના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો, ટ્રેન સાથે અથડાયો

Train Accident Video: આજકાલ લોકો રીલ બનાવવાના ચક્કરમાં કોઈપણ હદે જઈ રહ્યા છે. તેઓ પોતાનો જીવ પણ દાવ પર મૂકી દેતા હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેણે લોકોને દંગ કરી દીધા છે.

Viral VIDEO: રીલ બનાવવાના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો, ટ્રેન સાથે અથડાયો
| Edited By: | Updated on: May 01, 2023 | 5:24 PM

Train Accident Video: આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે. એવા ઘણા ઓછા લોકો હશે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશે. જેની પાસે સ્માર્ટફોન છે, તે નિશ્ચિત છે કે તે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો વપરાશ કરતા હશે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પાછળ લોકો દિવાના થઈ ગયા છે. જેને લઇને લોકો ગમે ત્યાં રીલ્સ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે. તેઓ એ પણ નથી જોતા કે તે જગ્યા કઈ છે, સામે કોઈ ખતરો છે કે નહીં. ઘણી વખત આ મામલે લોકો અકસ્માતનો શિકાર પણ બને છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રીલ બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવી જાય છે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ રેલવે ટ્રેકની બાજુમાં ઉભો રહીને વીડિયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન એક હાઈસ્પીડ ટ્રેન તેની તરફ આવતી દેખાય છે. જેવી ટ્રેન તેની પાસે પહોંચવાની છે, તે ટ્રેન તરફ આંગળી ચીંધીને વીડિયો શૂટ કરવાનું શરૂ કરે છે, જ્યારે ટ્રેન આવે છે અને સીધી તેના હાથને અથડાવે છે. વ્યક્તિ ટ્રેકની એકદમ નજીક ઉભો હોવાથી ટ્રેન તેના શરીર સાથે પણ અથડાય છે. આ અથડામણ ખૂબ જ ખતરનાક છે. ટ્રેન સાથે અથડાયા બાદ વ્યક્તિ કેટલી હદે ઘાયલ થયો હતો તે જાણી શકાયું નથી, પરંતુ વીડિયો જોયા બાદ ખબર પડે છે કે તે ખરાબ રીતે ઘાયલ થયો હશે.

 


આ દીલને હચમચાવી દેતો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @crazyclipsonly નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘વ્યક્તિએ કેટલીક લાઈક્સ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો’. માત્ર 16 સેકન્ડના આ વીડિયોને 9 મિલિયનથી વધુ એટલે કે 90 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 74 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ પણ વાંચો : વિશ્વના સૌથી અમીર લોકોને બનાવી દીધા ગરીબ, જુઓ Artificial intelligenceનો કમાલ

સાથે જ આ હૃદયદ્રાવક ઘટનાને જોઈને લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. યૂઝર્સ કહી રહ્યા છે કે માત્ર થોડા લાઈક્સ મેળવવા માટે કોણ આવું કરે છે, જે આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકી શકે છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…