
ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો. હાલમાં જ દુનિયામાં વેલેન્ટાઈન ડેની ઊજવણી કરવામાં આવી.તે સમયે ઘણા પતિ-પત્નીઓના રોમાંટિક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. ઘરની બાલ્કનીનો ઉપયોગ સામાન્ય રીતે લોકો સવાર-સાંજના સુંદર દ્રશ્યોનો આનંદ માણવા, વરસાદ વચ્ચે બાલ્કનીમાં બેસીને ચાની ચૂસકી લેવા કે પાર્ટનર સાથે શાંતિની ક્ષણ પસાર કરવા માટે કરતા હોય છે. પણ હાલમાં એક પત્નીએ આ જગ્યાને યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વીડિયો ગયા શનિવારનો છે. સવારે 10 વાગ્યે કોઈ બાબતે એક દંપત્તિ વચ્ચે મારંમારી થાય છે. તેઓ લડાઈ કરતા કરતા ભાન ભૂલી જાય છે અને બીજા માળેથી બાલ્કનીની રેલિંગ તોડીને સીધા નીચે પડે છે. લગભગ 25 ફીટની ઊંચાઈથી તેઓ જમીન પર પટકાય છે.રસ્તા પરથી પસાર થતા એક વ્યક્તિએ એ ઘટના કેમેરામાં કેદ કરી હતી. વાયરલ વીડિયોમાં પતિ-પત્નીના કપડા પણ ઉતરી જતા જોવા મળી રહ્યાં છે.
આ વાયરલ વીડિયો બ્રિટનનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વૃદ્ધ પતિ-પત્ની સાથે એક ટેબલ પણ નીચે પટકાય છે. રસ્તા પાસે જ કેટલીક કાર પણ પાર્ક કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોએ બંનેને સીધા હોસ્પિટલ પહોંચાડયા હતા. મળતી માહિતી અનુસાર, દંપત્તિની હાલ સ્થિર છે અને ગંભીર સ્થિતિથી બહાર છે.
આ પણ વાંચો : Viral Video : રામ ચરણે સાદગીથી જીત્યું ફેન્સ દિલ, ઓસ્કાર માટે ઉઘાડા પગે એરપોર્ટથી રવાના થયો સુપરસ્ટાર
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બસ કરો ભાઈ થોડી તો શરમ રાખો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લગ્ન કરીને લોકો આજ રીતે પટકાય છે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.