Viral Video : ચાના બગીચામાં જોવા મળ્યો દુર્લભ વાઘ, IFS ઓફિસરે શેયર કર્યો શાનદાર VIDEO

ભારતના દરેક રાજ્ય જંગલી પ્રાણીઓને કારણે પણ પોતાની અલગ ઓળખ ધરાવે છે. જેમ કે ગુજરાત ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાઈ સિંહોને કારણે વધારે ઓળખાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક દુર્લભ પ્રાણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Viral Video : ચાના બગીચામાં જોવા મળ્યો દુર્લભ વાઘ, IFS ઓફિસરે શેયર કર્યો શાનદાર VIDEO
Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:43 PM

ભારત વિવિધતાઓનો દેશ છે. ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં દરેક રાજ્ય પોતાની અલગ ઓળખ ધરાવે છે. ભાષા, તહેવારો અને પરંપરાઓને કારણે દરેક રાજ્ય એકબીજાથી અલગ ઓળખ ધરાવે છે. ભારતના દરેક રાજ્ય જંગલી પ્રાણીઓને કારણે પણ પોતાની અલગ ઓળખ ધરાવે છે. જેમ કે ગુજરાત ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાઈ સિંહોને કારણે વધારે ઓળખાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક દુર્લભ પ્રાણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતની જેમ જ ભારતના અલગ અલગ રાજ્યો અલગ અલગ જંગલી પ્રાણીઓની હાજરીને કારણે જાણીતા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક દુર્લભ વાઘનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવા વાઘ તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. આ વીડિયો એક IFS ઓફિસરે શેયર કર્યો છે. આ વીડિયો દક્ષિણ ભારતનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં શાનદાર દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એક ચાના બગીચામાં સૂર્યના પ્રકાશને કારણે આહલાદ્ક દ્રશ્યો સર્જાયા છે. તે બધા વચ્ચે ચાના બગીચામાં એક દુર્લભ વાઘ પણ જોવા મળી રહ્યો છે. આવા વાઘ વર્ષો પહેલા જ જોવા મળ્યા હતા. દુર્લભ વાઘને કારણે આ શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો Susanta Nanda IFSના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો વાઈલ્ડ ફોટોગ્રાફર @Mano_Wildlife દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, અહીં ચાના બગીચામાં એક જાજરમાન વાઘ છે. કેટલાક લોકો સફારીમાં ટાઈગર રિઝર્વમાં જાય છે, ઘણી વખત આવા વાઘ જોવા મળતા નથી અને કેટલાક લોકો જ આવા ભવ્ય દ્રશ્ય જોવા માટે નસીબદાર હોય છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. યુઝર્સ આ દુર્લભ વાઘને જોઈને દંગ રહી ગયા હતા.