પતિ-પત્નીનો સંબંધ જીવનભરનો અતૂટ સંબંધ છે. આ સંબંધમાં લડાઈ-ઝઘડા, હસી-મજાક તથા સારા-ખરાબ સમય જોવા પડે છે. સોશિયલ મીડિયા પર પતિ-પત્નીના પ્રેમ, લડાઈ-ઝઘડા અને હસી-મજાકના અનેક વીડિયો વાયરલ થાય છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વૃદ્ધ કપલના પણ અનેક વીડિયો વાયરલ થયા છે. જે આજની યુવા પેઢીને સાચા પ્રેમનો અર્થ સમજાવી જાય છે. હાલમાં એક આધેડ કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈને કહેવાનું મન થાય કે – જોડી હોય તો આવી.
આ વાયરલ વીડિયોમાં એક ટ્રેનના એસી કોચની અંદરનો નજારો જોઈ શકાય છે. ટ્રેન એક સ્ટેશન પર ઊભી છે. આ ટ્રેનમાં એક આધેડ કપલ બેઠું છે. તે આ ટ્રેનમાં એવુ કામ કરે છે કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આ બન્ને પતિ-પત્નીની ઉંમર લગભગ 40-50 વર્ષની હશે. આ વીડિયોમાં પતિ તેની પત્નીને પ્રેમથી લાલ રંગની નેલ પોલિશ પગ પર લગાડતો દેખાય છે. તે બન્ને વચ્ચેના પ્રેમ ભરેલા સમયને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણાવા નથી મળ્યુ, પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
આ સરસ મજાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર dlipsolnki નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, બસ આ જ રીતે પ્રેમની યાત્રા ચાલતી રહે, આ જ રીતે મળતા રહે હમસફર પ્રેમના. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મોટાભાગના યુઝર્સ આ વીડિયોને જોઈને ખુબ ખુશ થયા છે.