Viral Video: દિલ્હી મેટ્રોમાં છોકરીઓએ કર્યો પોલ ડાન્સ, વીડિયો જોઈને લોકો ગુસ્સે થયા

છોકરીઓના પોલ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે અનેક લોકોએ આ વીડિયોને લાઈક કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Viral Video: દિલ્હી મેટ્રોમાં છોકરીઓએ કર્યો પોલ ડાન્સ, વીડિયો જોઈને લોકો ગુસ્સે થયા
Girls Pole Dance
| Edited By: | Updated on: Jul 06, 2023 | 6:44 PM

Delhi Metro Pole Dance: થોડા દિવસોથી દિલ્હી મેટ્રો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દિલ્હી મેટ્રોમાં (Delhi Metro) એવી ઘટનાઓ બને છે કે જેના વિશે લોકોએ ક્યારેય વિચાર્યું પણ ન હોય. ઈન્સ્ટાગ્રામ રીલ (Reels) બનાવવાના ચક્કરમાં લોકો અવનવા પ્રયોગો કરી રહ્યા છે. રીલ્સ માટે ક્યારેક લોકો ડાન્સ કરે છે તો ક્યારેક તે સોંગ ગાતા જોવા મળે છે. આ સાથે જ કેટલાક લોકો દિલ્હી મેટ્રોમાં અશ્લીલ હરકતો પણ કરતા જોવા મળ્યા છે.

બે યુવતીઓ મેટ્રોમાં પોલ ડાન્સનો કરતી જોવા મળી

મેટ્રોમાં કપલ્સ એકબીજાને હગ કરે છે તો ક્યારેક તેઓ કિસ કરે છે. આવા પ્રકારની બધી જ ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર ઘણીવાર વાયરલ થયા છે, જેને જોઈને લોકો ગુસ્સે થઈ જાય છે. હાલમાં આવો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે યુવતીઓ પોતપોતાની સ્ટાઈલમાં દિલ્હી મેટ્રોમાં પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

નિયમો હોવા છતા ઘણા લોકો તેની અવગણના કરે છે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે અને વેસ્ટર્ન ડ્રેસમાં બે છોકરીઓ દિલ્હી મેટ્રોમાં પોલ પકડીને ડાન્સ કરી રહી છે. મેટ્રોમાં વધારે ભીડ જોવા મળી રહી નથી, તેથી કોઈ તેમના પર વધારે ધ્યાન આપી રહ્યું નથી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ મેટ્રોમાં ઈન્સ્ટાગ્રામ રીલ અથવા ડાન્સ વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતા પણ જો કોઈ આવું કરતા પકડાય છે, તો તેના પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. નિયમો હોવા છતા ઘણા લોકો તેની અવગણના કરે છે.

અહીં વિડિઓ જુઓ

 

 

આ પણ વાંચો : Viral Video: ટ્રેન સાથે રીલ બનાવવી પડી ભારે, જુઓ કઈ રીતે ટ્રેન સાથે અથડાયું માથું

વીડિયોને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો

છોકરીઓના પોલ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને ટ્વિટર પર @HasnaZarooriHai નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તેને કેપ્શનમાં લખ્યું છે, ‘દિલ્હી મેટ્રોમાં પોર્ન, કિસિંગ અને લડાઈ બાદ, હવે… લેટેસ્ટ ઇઝ પોલ ડાન્સિંગ’.

15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે અનેક લોકોએ આ વીડિયોને લાઈક કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કોઈ મજાકમાં કહી રહ્યું છે કે, મુજરા માટેનો ટાઈમ ફિક્સ કરો મેનેજમેન્ટ વાળા પ્લીઝ. તો કોઈ કહે છે કે આ મફત એન્ટરટેઈનમેન્ટ છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો