Viral Video: સોશિયલ મીડિયા (Social Media) પર લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ગેલચ્છામાં લોકો ગમે ત્યારે ગમે ત્યાં રીલ (Reel) બનાવવાનું શરૂ કરી દે છે. ભલે તે તેના જીવ માટે જોખમી હોય. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાદળી સાડી પહેરેલી એક યુવતી રેલવે ટ્રેક પર ડાન્સ કરતી જોઈ શકાય છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર અવનિકરીશ નામના એકાઉન્ટ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં યુવતી રેલવે ટ્રેકની વચ્ચે ઊભી રહીને ડાન્સ કરતી જોઈ શકાય છે. જ્યારથી તે શેર કરવામાં આવ્યું છે, લોકો આ વીડિયોની ખૂબ ટીકા કરી રહ્યા છે. ઘણા લોકોએ પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. વીડિયોમાં હરિયાણવી ગીત 420 લંબી લંબી બલ વગાડવામાં આવ્યું છે. આમાં સૌથી પહેલા યુવતીને રેલ્વે ટ્રેક પર બેઠેલી જોઈ શકાય છે. આ પછી તે ઊભી થાય છે અને ડાન્સ કરવા લાગે છે.
આ પણ વાંચો: મલાઈકા અરોરા પુત્ર અરહાન સાથે ખૂબ જ ગ્લેમરસ લુકમાં મળી જોવા, જુઓ Viral Video
વીડિયોને શેર કરવામાં આવ્યો ત્યારથી હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. ઘણા લોકોએ આ અંગે કમેન્ટ પણ કરી છે. આ યુવતીને રેલવે ટ્રેક પર ડાન્સ કરતી જોઈને લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
મુંબઈ પોલીસને ટેગ કરતાં એક યુઝરે લખ્યું કે, મુંબઈ પોલીસ, આ ખતરનાક કામ માટે એફઆઈઆર નોંધવી જોઈએ. અન્ય યુઝરે કહ્યું, ‘તે બિલકુલ સુરક્ષિત નથી. પહેલાથી જ રેલ્વે ટ્રેક પર અકસ્માતને લગતા સમાચાર છે અને તમે વ્યુઝ માટે આ કરી રહ્યા છો. બહુ ખરાબ.’ ત્રીજા યુઝરે કહ્યું, ‘અવની જી, રેલવે ટ્રેક પર આવો વીડિયો બનાવવો ગેરકાયદેસર છે. કૃપા કરીને નિયમોનું પાલન કરો.