Viral Video: યુવતીએ ઓનલાઈન ઓર્ડર કરી મંગાવ્યું બ્રેસલેટ, ઘરે પહોંચી આ વસ્તુ, જુઓ વીડિયો

ઐશ્વર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને આ સમાચાર લખાય ત્યા સુધીમાં 3.96 લાખ થી વધારે વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ વીડિયો પર યુઝર્સ દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે.

Viral Video: યુવતીએ ઓનલાઈન ઓર્ડર કરી મંગાવ્યું બ્રેસલેટ, ઘરે પહોંચી આ વસ્તુ, જુઓ વીડિયો
Viral Video
| Edited By: | Updated on: Jul 03, 2023 | 7:22 PM

Online Shopping Fraud: આજનો જમાનો ઓનલાઈનનો છે. લોકો કોઈ પણ સામાનની ખરીદી કરવા બજાર, દુકાન કે શોપિંગ મોલમાં જવાને બદલે ઓનલાઈન ઓર્ડર (Online Order) કરી મંગાવી રહ્યા છે. ઓનલાઈનનો સૌથી મોટો ફાયદો એ છે કે લોકોને બહાર ફરવાની જરૂર નથી, કારણ કે વસ્તુઓ ઘરે બેઠા જ તેમના સુધી પહોંચાડવામાં આવે છે. હાલમાં હવે ગ્રોસરીથી લઈને ફળો અને શાકભાજી પણ ઘરે પહોંચી રહ્યા છે.

ઘણી વખત એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે લોકો ઓનલાઈન ઓર્ડરમાં છેતરાઈ જાય છે. લોકો ઓનલાઈન ઓર્ડર કરી કોઈ સામાન મંગાવે છે અને કોઈ બીજી કોઈ વસ્તું ઘરે પહોંચે છે. આવું જ કંઈક એક છોકરી સાથે થયું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો

યુવતીએ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી બટરફ્લાય બ્રેસલેટ મંગાવ્યું હતું, પરંતુ એક ક્રીમ બોક્સ તેની પાસે પહોંચ્યું અને તે પણ ખાલી. યુવતીનું નામ ઐશ્વર્યા ખજુરિયા છે. તેણે પોતાની આ વિચિત્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે જોતા જ વાયરલ થઈ ગયો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે કહે છે કે તેણે ઓનલાઈન સાઈટ પરથી જ્વેલરી મંગાવી હતી, પરંતુ તેની પાસે ક્રીમનું ખાલી બોક્સ પહોંચી ગયું છે. તેણે કહ્યુ કે જો બોક્સ ભરેલું હોય તો પણ તેણે એકવાર તેને રાખવાનું વિચાર્યું હોત, પરંતુ તે ખાલી હતું.

 

 

ઐશ્વર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને આ સમાચાર લખાય ત્યા સુધીમાં 3.96 લાખ થી વધારે વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ વીડિયો પર યુઝર્સ દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે.

આ પણ વાંચો : Viral Video: બસમાં સીટ માટે મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી અને લાફાબાજી, વાળ ખેંચ્યા જુઓ Video

એક યુઝરે મજાકમાં લખ્યું છે કે ‘હવે આ બોક્સ રસોડામાં જીરું રાખવા માટે ઉપયોગી થશે’, જ્યારે અન્ય એક યુઝરે જણાવ્યું કે તેણે શર્ટ પણ ઓનલાઈન મંગાવ્યો હતો, પરંતુ તેની પાસે સાડી પહોંચી અને તે પણ હલકી ક્વોલિટીની હતી. અન્ય એક યુઝરે પોતાની સમસ્યા જણાવતા લખ્યું છે કે, ‘ગયા મહિને મેં સાડીનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેના બદલે ફાટેલા કપડાનો ગાભો મોકલવામાં આવ્યો હતો. એક યુઝરે લખ્યું છે કે, જે ડિલિવરી બોય હોય છે, તેઓ જ આ બધું કરતા હોય છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો