Trending Video : આપણે સૌ કળિયુગમાં જીવી રહ્યાં છીએ. આ કળિયુગમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેને કારણે લોકોનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેવામાં એવી ઘટનાઓ પર જોવા મળે છે જેને કારણે માનવતા પર ફરી વિશ્વાસ થવા લાગશે. ભારે વરસાદ વચ્ચે માનવતાની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ કહેશો કે માનવતાને કોઈ ધર્મ નથી હોતો.
ભૂતકાળમાં જાતિવાદ, ધર્મને લઈને અનેક વિવાદ અને રણખામો થયા છે. પણ આજે પણ લોકોમાં માનવતા બાકી છે. ભારત બદલાઈ રહ્યું છે. મોટા ભાગના લોકો હવે એકબીજાના ધર્મના તહેવારો સાથે મળીને ઉજવે છે. વાયરલ થઈ રહેલો વીડિયો માનવતા હજુ પણ જીવિત છે તે વાતની સાબિતી આપે છે.
આ પણ વાંચો : Pink Dolphin Viral Video: દરિયામાં ડૂબકી મારતી જોવા મળી ગુલાબી રંગની ડોલ્ફિન, Video જોઈને દંગ રહી જશો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારે વરસાદને કારણે રસ્તા પરથી ખુબ ઝડપથી વહેતા પાણીના વહેણને જોઈ શકાય છે. આ પાણીના વહેણમાં એક ગાય ફસાઈ જાય છે. તે ત્યાંથી નીકળીને જમીન તરફ આવવાનો પ્રયાસ કરે છે. તેમાં 2 લોકો આવીને તેની મદદ કરે છે. તે સમયે એક મુસ્લિમ યુવાન પણ આવીને તેમની મદદ કરે છે. કુલ 4 લોકો મળીને આ ગાયના વિશાળકાય શિંગડા પકડીને તેને બહાર ખેંચતા જોવા મળે છે. તેઓ આ કામમાં સફળ થાય છે.
આ પણ વાંચો : Girl Child Viral Video : નાની બાળકીએ ઐશ્વર્યા રાયની કરી નકલ, આ રીતે ફિલ્મ દેવદાસનો સીન કર્યો રિક્રિએટ
વાયરલ થઈ રહેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ GiDDa CoMpAnY પરથી શેયર કરવામં આવ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, પૃથ્વી પર હજુ માનવતા બચી છે. બીજા એક યુઝરે લખ્યું છે કે, આ તમામ યુવાનો સલામ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
Published On - 9:58 am, Sun, 23 July 23