રક્ષાબંધનનો (Raksha Bandhan) તહેવાર ભાઈ-બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર છે. આ વર્ષે દેશમાં ધામધૂમથી આ તહેવાર ઉજવાયો હતો. પણ આ અવસરે ભાઈ-બહેનનો એક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. બાળકો બાળપણમાં ખુબ ધમાલ મસ્તી કરતા હોય છે અને જો ઘરમાં 2 ભાઈ-બહેન હોઈ તો મા-બાપના હાલત ખરાબ થઈ જાય છે. બાળપણમાં બાળકો વચ્ચે કોઈને કોઈ વાત પર લડાઈ થતી જ હોય છે અને ક્યારેક લડાઈ મારામારી સુધી પહોંચી જાય છે. હાલમાં બાળકોની લડાઈનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ વીડિયોમાં એક નાની બહેન તેના મોટા ભાઈને મારતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી પર અચાનક તેના મોટા ભાઈને મુક્કા મારે છે. બહેનના હાથથી જબરદસ્ત માર ખાધા પછી ભાઈ પણ રડવા લાગે છે અને કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના ચુપચાપ રડતો ઉભો થઈ જાય છે. વીડિયોના અંતમાં એવું પણ જોવા મળે છે કે બહેન ફરી એકવાર ગુસ્સામાં તેના ભાઈ તરફ આગળ વધે છે, કદાચ તેણે ફરીથી ભાઈને ધોઈ નાખ્યો હશે. બહેન પોતા ભાઈને કેમ મારી રહી છે તેનું કારણ જાણવા મળ્યુ નથી. રક્ષાબંધનના અવસરે વાયરલ થયેલો આ વીડિયો લોકોને ખુબ હસાવી રહ્યો છે.
तूने राखी बंधबाली और पैसे नहीं देगा।😜 pic.twitter.com/qO8N7yiluK
— Jaiky Yadav (@JaikyYadav16) August 11, 2022
આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લાખો લોકોએ વીડિયોને જોયો છે. હજારો લોકોએ આ વીડિયોને લાઈક કરીને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર પણ કરી રહ્યા છે. ખાસ કરીને બહેનો પોતા ભાઈઓને આ વીડિયો શેર કરી રહી છે. આ વીડિયો પર ફની કોમેન્ટો વાંચવા મળી છે. એક વ્યક્તિએ લખ્યુ છે કે, ભદ્રા નક્ષત્રમાં જેણે રાખડી બંધાવી તેની આવી હાલત થઈ છે. એક યુઝરે ફની કોમેન્ટ કરતા લખ્યુ છે કે, તે રાખડી બંધાવી અને પૈસા કેમ નહીં આપ્યા !