Viral Video : ફૂટબોલના મેદાન પર થયો રમકડાનો વરસાદ, ભૂકંપગ્રસ્ત બાળકો માટે વરસ્યો પ્રેમ

ફૂટબોલના મેદાન પર ફરી એકવાર રમકડાનો વરસાદ થયો છે. આ રમકડાનો વરસાદ કરવા પાછળનું કારણ એક મહાન સમાજસેવા છે. આ ઘટનાના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.

Viral Video : ફૂટબોલના મેદાન પર થયો રમકડાનો વરસાદ, ભૂકંપગ્રસ્ત બાળકો માટે વરસ્યો પ્રેમ
Viral Video
| Edited By: | Updated on: Feb 28, 2023 | 7:48 AM

ફૂટબોલ એ દુનિયાની સૌથી લોકપ્રિય રમત છે. આખા વર્ષમાં ફૂટબોલને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ફૂટબોલના મેદાન પર આપણે દુનિયાની શ્રેષ્ઠ ઘટનાઓ બનતી જોઈ છે. ફૂટબોલનું મેદાન ફરી એકવાર એક મહાન ઘટનાનો સાક્ષી બન્યું છે. ફૂટબોલના મેદાન પર ફરી એકવાર રમકડાનો વરસાદ થયો છે. આ રમકડાનો વરસાદ કરવા પાછળનું કારણ એક મહાન સમાજસેવા છે. આ ઘટનાના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.

ઇસ્તંબુલના વોડાફોન પાર્ક ખાતે બેસિક્તાસ અને અંતાલ્યાસ્પોર ફૂટબોલ કલબ વચ્ચે મેચ રમાઈ રહી હતી. કિક-ઓફ પછી 4 મિનિટ 17 સેકન્ડ સુધી રમત રોકવામાં આવી હતી. આ દરમિયાન તુર્કીયેની ફૂટબોલ ક્લબ બેસિકટાસના ફેન્સે વિનાશક ભૂકંપથી પ્રભાવિત બાળકોને મદદ કરવા પીચ પર રમકડા ફેંકચાય હતા. ફેન્સે હજારો રમકડાં અને સ્કાર્ફ ફેંક્યા હતા. ખેલાડીઓ અને સ્ટાફ તેમને એકત્રિત કરવા માટે પીચ પર દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીના રોજ આવેલા વિનાશક ભૂકંપને કારણે હમણા સુધી 50 હજાર કરતા વધારે મોત થયા છે. જેના કારણે હજારો બાળકો અનાથ થઈ ગયા છે.

 

આ પણ વાંચો : Shocking Viral Video : ડંપર નીચે ફસાઈ સ્કૂટી, 2 કિમી સુધી ઘસડાયા દાદા-પૌત્રી, માસૂમના ઉડી ગયા ચીથરા

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ કામ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શ્રેષ્ઠ કામ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ભગવાન તે સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપે અને ભૂતકાળને ભૂલવાની શક્તિ આપે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.