Viral Video : સોશિયલ મીડિયા પર સ્ટંટના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. લોકો ખતરો કે ખેલાડી બનવા માટે અલગ અલગ પ્રકારના સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો (Video) અપલોડ કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે દંગ રહી જશો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પાયલોટ પ્લેનને હાઈવે પર લેન્ડ કરાવતો જોવા મળી રહ્યો છે. આ સમયે હાઈવે પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. પાઈલટે ખુબ જ ચાલાકીથી પ્લેનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. સદ્દનસીબે પ્લેનમાં સવાર લોકોના જીવ બચી જાય છે. આ વીડિયો કયા સ્થળનો છે તે જાણવા નથી મળ્યુ.
Pilot makes an emergency landing on a highway pic.twitter.com/pX3nRfYBzY
— Crazy Clips (@crazyclipsonly) October 12, 2023
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ નું એકાઉન્ટ @crazyclipsonly વારંવાર ચોંકાવનારા વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે, જેમાં એક પ્લેન હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરતું જોવા મળે છે. આ એરક્રાફ્ટ નાનું છે, જેમાં આગળ ફ્લાયવ્હીલ છે. આના પરથી સમજી શકાય છે કે તે હાઈવે પર સરળતાથી ઉતરી શકે છે. જો તે મોટું આંતરરાષ્ટ્રીય વિમાન હોત તો તે ભાગ્યે જ હાઇવે પર ઉતરી શક્યું હોત.
આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ પોત-પોતાની સ્ટાઈલમાં કમેન્ટ કરી છે. એકે કહ્યું કે પાયલટની આ ક્રિયા દર્શાવે છે કે તે નીડર છે. એકે કહ્યું કે તે કારોને કેવી રીતે ખબર ન પડી કે પ્લેન ઉપરથી આવી રહ્યું છે અને તેઓ રોકાયા વિના રસ્તા પર ચાલી ગઈ. એકે કહ્યું કે જો તેણે તેની કારના પાછળના વ્યુ મિરરમાં પ્લેન લેન્ડ થતું જોયું હોત તો તે ગભરાઈને મરી ગયો હોત.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો