સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો જોવા મળી છે. જ્યાં કેટલાક વીડિયોમાં માંસાહારી પ્રાણીઓ શિકાર કરતા જોવા મળે છે. તે જ સમયે અન્ય કેટલાક પ્રાણીઓ તેમના પરિવાર સાથે જોવા મળે છે. પ્રાણીઓ પણ મનુષ્યની જેમ સામાજિક જીવન જીવતા હોય છે. જેઓ જંગલોમાં રહીને પણ પોતાના પરિવારનું ધ્યાન રાખે છે.
આ પણ વાંચો : Viral Video : યુવકે અનોખા અંદાજમાં કર્યો કાતિલ ડાન્સ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ
માણસોની જેમ પ્રાણીઓ પણ પોતાના બચ્ચાની સંભાળ લેતા હોય છે અને ભવિષ્ય માટે તેમને તૈયાર કરતા જોવા મળે છે. પ્રાણીઓ ઘણીવાર બચ્ચા સાથે તેમના અનુભવો શેર કરતા જોવા મળે છે. જ્યાં સિંહ અને વાઘ પોતાના બચ્ચાને શિકારનું કૌશલ્ય શીખવતા જોવા મળે છે. ત્યાં જ બીજી બાજુ, અન્ય જીવો પોતાને બચાવવા અને ખોરાક શોધવા માટેની તકનીકો શીખતા જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને IAS ઓફિસર સુપ્રિયા સાહુએ પોતાના ટ્વિટર પ્રોફાઇલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક હાથી તેના ટોળામાં તેના બચ્ચા સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે પોતાના બચ્ચાને સાવધાની સાથે જંગલમાંથી પસાર થતો રસ્તો ક્રોસ કરવાનું શીખવતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે હાથણી પણ રોડ ક્રોસ કરતા પહેલા ક્યારેક ડાબે તો ક્યારેક જમણી બાજુ જોવે છે. ત્યારે બાદ જ રોડ ક્રોસ કરે છે.
Mother elephant seems teaching her baby how to cross the road.A sad reality
Video- Santhanaraman pic.twitter.com/Nmn1mrhFvv
— Supriya Sahu IAS (@supriyasahuias) January 30, 2023
વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે ‘માતા હાથણી તેના બચ્ચાને રોડ ક્રોસ કરવાનું શીખવતી જોવા મળી રહી છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 40 હજારથી વધુ વ્યૂઝ અને 800થી વધુ લાઈક્સ મળ્યાં છે. સાથે જ યુઝર્સ આ વીડિયોને હાર્ટ ટચિંગ કહી રહ્યા છે.