Viral Video: રશ્મિકા અને વિજયના ડાન્સ સોન્ગ પર થિયેટરમાં ઝૂમી ઉઠી વૃદ્ધ મહિલા, લોકોએ કહ્યું – દાદી હજુ જવાન છે

|

Jan 16, 2023 | 11:38 PM

Dance Viral Video: હાલમાં એક દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તે દાદી થિયેટરમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Viral Video: રશ્મિકા અને વિજયના ડાન્સ સોન્ગ પર થિયેટરમાં ઝૂમી ઉઠી વૃદ્ધ મહિલા, લોકોએ કહ્યું - દાદી હજુ જવાન છે
Viral Video
Image Credit source: Twitter

Follow us on

ભારતમાં સાઉથ ફિલ્મોની ભારે લોકપ્રિયતા છે. સાઉથમાં બનેલી ફિલ્મોમાં સાઉથની બહાર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકપ્રિય થઈ છે. હાલમાં જ ડાયરેક્ટર રાજામૌલીની ફિલ્મ RRRને અનેક એવોર્ડમાં નોમિનેશન અને એવોર્ડ મળી રહી છે. તે સાઉથની ફિલ્મો અને તેમના કલાકારોની લોકપ્રિયતાની સાબિતી આપે છે. સાઉથમાં ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓ પર લોકો ભારે પ્રેમ વરસાવતા હોય છે. હાલમાં આવા જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે.

હાલમાં જ સાઉથમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને અભિનેતા વિજયની ફિલ્મ varisu રિલીઝ થઈ હતી. આ ફિલ્મને જોવા અનેક ફેન્સ થિયેટરમાં પહોંચીને આનંદ માણી રહ્યાં છે. આ ફિલ્મના એક સોન્ગ પર લોકો થિયેટરમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. આ લોકોમાં એક વૃદ્ધ મહિલા પણ જોવા મળી છે. આ દાદીનો ડાન્સ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું હતું, દાદી એક અભિનેત્રીની જેમ ડાન્સ કરતી જોવા મળી રહી હતી. લોકોએ આ દાદીને તાળીઓથી વધાવી લીધી હતી. અંતે તે દાદી શરમાઈને ફરી પોતાની જગ્યા પર જતી રહી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાઉથ ફિલ્મોની લોકપ્રિયતાની સાબિતી આપે છે.

Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે
KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ

આ રહ્યો દાદીના ડાન્સનો વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દાદી હજુ જવાન છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આજ છે સાઉથની ફિલ્મોનો જાદુ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દાદીની જવાની હજુ બરકરાર છે.

 

Published On - 11:38 pm, Mon, 16 January 23