Viral Video: ડઝન લોકો એ એરપોર્ટ પર કરી બબાલ, સિક્યોરિટી પણ રોકી ન શક્યા

ચાલુ ફલાઈટમાં ખરાબ વર્તનના અનેક કિસ્સા જોવા મળ્યા છે. તેવો એક જ કિસ્સો હાલમાં એક એરપોર્ટ પર બન્યો છે. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવી ઘટના એરપોર્ટ પર ભાગ્યે જ બનતી હોય છે. તમે પણ આ વીડિયો જોઈને દંગ રહી જશો. 

Viral Video: ડઝન લોકો એ એરપોર્ટ પર કરી બબાલ, સિક્યોરિટી પણ રોકી ન શક્યા
Viral Video
| Edited By: | Updated on: May 25, 2023 | 9:04 PM

Chicago : એરપોર્ટ અને વિમાનમાં લડાઈ-ઝગડાના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં ચાલુ ફલાઈટમાં ખરાબ વર્તનના અનેક કિસ્સા જોવા મળ્યા છે. તેવો એક જ કિસ્સો હાલમાં એક એરપોર્ટ પર બન્યો છે. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવી ઘટના એરપોર્ટ પર ભાગ્યે જ બનતી હોય છે. તમે પણ આ વીડિયો જોઈને દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલો વીડિયો અમેરિકાના શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડઝન લોકો એક સાથે કોઈ વાતને લઈને ઝગડી રહ્યા છે. છુટ્ટા હાથની મારામારીમાં પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ જોવા મળી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ લડાઈની શરુઆત અદ્રભ શબ્દોને કારણે થઈ હતી. એરપોર્ટ પર બેગેજ એરિયામાં કેટલાક લોકો સામાન લેવા માટે ઊભા હતા. તે દરમિયાન આ ઘટનાની શરુઆત થઈ હતી.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો ભયંકર બબાલનો વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શું થયું ભાઈ, આવી બબાલ કેમ ?  અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અલ્યા ભાઈ, ફલાઈટ ચૂકી જશો લડો નહીં. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો