વાયરલ વીડિયો : દરિયાના મોજા પર સર્ફિંગ કરતી જોવા મળી ડોલ્ફિન, દેખાયો એનિમેટેડ ફિલ્મ જેવો નજારો

ડોલ્ફિનને જોવા માટે લોકો દરિયાકિનારે જતા હોય છે. તે ખુબ શાંત અને માનવપ્રિય પ્રાણી છે. હાલ આ જ ડોલ્ફિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે.

વાયરલ વીડિયો : દરિયાના મોજા પર સર્ફિંગ કરતી જોવા મળી ડોલ્ફિન, દેખાયો એનિમેટેડ ફિલ્મ જેવો નજારો
Viral Video
| Edited By: | Updated on: Oct 01, 2022 | 9:41 PM

Dolphin Viral Video : સોશિયલ મીડિયા પર એકથી એક ચઢીયાતા વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પણ દરિયાઈ જીવના વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ વાયરલ થતા હોય છે. દરિયાથી દૂર રહેતા લોકો આ પ્રાણીઓને વારંવાર જોઈ શકતા નથી. તેથી તેમને વીડિયોના માધ્યમથી જોતા હોય છે. દરિયાઈ જીવમાં ડોલ્ફિન ખુબ સુંદર અને લોકોનું ખુબ પસંદ આવતુ પ્રાણી છે. લોકો ખાસ તેને જોવા માટે પણ દરિયા કિનારે જતા હોય છે. તે ખુબ શાંત અને માનવપ્રિય પ્રાણી છે. હાલ આ જ ડોલ્ફિનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે.

આ મજેદાર વાયરલ વીડિયોમાં એક વિશાળ દરિયાનું દ્રશ્ય જોવા મળી રહ્યુ છે. આ દરિયામાં કેટલાક મોજા વારંવાર જોવા મળી રહ્યા છે. આ જ મોજામાં 5-6 જેટલી ડોલ્ફિન સર્ફિંગ કરતી જોવા મળે છે. તે થોડા સમય માટે દરિયામાં રહે છે અને તરત ફરી દરિયાની ઉપર આવે છે. આ દ્રશ્ય ખરેખર આશ્ચર્યજનક અને મનોરંજક હતુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ કોઈ એનિમેટેડ ફિલ્મનું દ્રશ્ય લાગી રહ્યુ છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

ડોલ્ફિનનો આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 11 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે, ડોલ્ફિનનો આવો વીડિયો મેં જીવનમાં પહેલીવાર જોયો છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, જોરદાર નજારો છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ તો એનિમેટેડ ફિલ્મ જેવો સીન જોવા મળ્યો.

Follow Us