Dahod : આજથી 15 વર્ષ પહેલા ગુજરાતના વિદ્યાર્થીઓ દફતરનો ભાર લઈને સ્કૂલે જતા હતા. વિદ્યાર્થીઓ (Students) રિક્ષાઓમાં ઘેટા-બકરાની જેમ ભરીને તેમના ઘરની બહાર છોડવામાં આવતા હતા. આજે વર્ષ 2023માં પણ ગુજરાતમાં તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ભારતના દરેક ક્ષેત્રમાં સમસ્યાઓનું સમાધાન કરીને નવા નવા પરિવર્તન કરવામાં આવ્યા છે. પણ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની આ સમસ્યાના દ્રશ્યો દર વર્ષે જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર દાહોદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 30 જેટલા વિદ્યાર્થીઓ તુફાન પર ઘેંટા-બકરાની જેમ સવાર થઈને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ પાછળ, કેટલાક બાજુમાં, કેટલાક આગળ અને કેટલાક ઉપર લટકીને તુફાન કારની જોખમી સવારી કરી રહ્યા છે. ભારતના ભવિષ્યની આવી દશા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા હતા.
આ પણ વાંચો : Viral Video: પ્લેનમાં ‘ભીખ’ માંગતો જોવા મળ્યો Pakistani વ્યક્તિ, Video થયો વાયરલ
ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં @narendramodi @Bhupendrapbjp ના રાજકીય કાર્યક્રમો માટે ST બસ ગોઠવાય જાય પરંતુ બાળકોને સ્કૂલ જવા માટે બસ ના મૂકાય!
વિકાસના બણગા ફૂંકતી સરકારની જમીની વાસ્તવિકતા.#GujaratModel pic.twitter.com/ioUQuRhO9O— Amit Chavda (@AmitChavdaINC) July 14, 2023
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શેયર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં રાજકીય કાર્યક્રમો માટે ST બસ ગોઠવાય જાય પરંતુ બાળકોને સ્કૂલ જવા માટે બસ ના મૂકાય! વિકાસના બણગા ફૂંકતી સરકારની જમીની વાસ્તવિકતા.
એક યુઝરે લખ્યું છે કે, આવું ના થવુ જોઈએ. બીજા એક યુઝરે લખ્યું છે કે, વિદ્યાર્થીઓ માટે અન્ય કોઈ વાહન વ્યવહારની સુવિધા થવી જોઈએ. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે, તુફાન કાર પર સવાર છે ભારતનું ભવિષ્ય. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
આ પણ વાંચો : Delhi Floods : યમુનાના પ્રકોપ વચ્ચે દિલ્હીના લોકો શા માટે શેર કરી રહ્યા છે મુઘલ કાળની તસવીરો, શું છે કારણ?