
સોશિયલ મીડિયામાં આજકાલ પશુ-પક્ષીઓના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક લોકો હિંસક પશુઓ સાથે ઊભા રહીને હિંમત બતાવે છે, જો કે ઘણી વખત હિંમત બતાવવાની પ્રક્રિયામાં લોકો જાણતા-અજાણતા મુસીબતને આમંત્રણ આપે છે અને બીજાઓ માટે ઉદાહરણ બની જાય છે.
આ પણ વાંચો: Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા
હાલમાં જ એક આવું જ હિંમતવાન કપલ લોકોમાં વાયરલ થઈ રહ્યું છે, જેની હિંમત જોઈને લોકો તેમની પ્રશંસા કરવાને બદલે તેમની ધરપકડની માગ કરી રહ્યા છે. તાજેતરમાં એક હિંમતવાન કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ કપલ નદીમાં એક ખતરનાક મગરને ખોરાક ખવડાવી રહ્યું છે, એ વિચાર્યા વિના કે મગર ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ કપલના આ કૃત્યથી કેટલાક લોકો આશ્ચર્યમાં છે, તો મોટાભાગના લોકોએ આ જુસ્સાને ગાંડપણ ગણાવ્યું છે.
આ વીડિયો onlyinfloridaa ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિડિયો ફ્લોરિડાનો છે, જ્યાં એક કપલ એકદમ હળવા મૂડમાં નદીમાં એન્જોય કરતા જોવા મળે છે અને સાથે જ એક ખતરનાક મગરને ખોરાક બતાવીને પોતાની તરફ બોલાવે છે. આ દરમિયાન મગર ખોરાક જોઈને આવે છે અને દંપતીના હાથમાંથી ટુકડો ખાઈને પાછો ફરે છે. નદીના કિનારે સંગીત વાગી રહ્યું છે અને કોઈ આ કપલના આ ભયાનક કૃત્યનો વીડિયો બનાવી રહ્યું છે.
આ વીડિયોને જોઈને સ્થાનિક લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકો ટિપ્પણી કરીને આ કપલની ધરપકડની માગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ કારણોસર મગર લોકો, બાળકો અને નાના પ્રાણીઓ પર હુમલો કરે છે, આ બંનેની ધરપકડ કરવી જોઈએ’. તે જ સમયે, એક યુઝરે કપલના ફૂડ પર ટિપ્પણી કરી છે, ‘તેના હાથમાં સેન્ડવિચ છે.’
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો