
Couple Takes Bath On Scooty: સૂરજદાદાએ પોતાનું વલણ બાતાવ્યું તો કેટલાક લોકોએ હાસ્યાસ્પદ કૃત્યો કરવા માંડ્યા છે. માનીએ કે ગરમી ખૂબ જ વધારે છે, તો શું તમે સ્કૂટી પર જ સ્નાન કરશો? આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક વીડિયો (Viral Video) ક્લિપને જોઈને યુઝર્સ કંઈક આવી જ કોમેન્ટ કરી રહ્યા છે. તેમાં એક છોકરો અને એક છોકરી ચાલતી સ્કૂટી પર નહાતા જોઈ શકાય છે. આ વિચિત્ર કૃત્ય મુંબઈ નજીક થાણેમાં થયું હતું. પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે એક કપલને ચાલતી સ્કૂટી પર નહાતા જોઈ શકો છો. છોકરો સ્કૂટી ચલાવી રહ્યો છે, જ્યારે પાછળ બેઠેલી છોકરી ડોલમાંથી પાણી કાઢીને ક્યારેક પોતાના પર તો ક્યારેક છોકરા પર નાખે છે. જો કે જેણે પણ આ વિચિત્ર નજારો જોયો તે ચોંકી ગયો. પહેલા તો તમને લાગશે કે કપલે ગરમીને હરાવવાનો આ અનોખો રસ્તો શોધી કાઢ્યો હશે. પણ અમે કહીએ છીએ ભાઈ, ઈન્સ્ટા રીલના જમાનામાં કંઈ પણ શક્ય છે.
@DGPMaharashtra @ThaneCityPolice
This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa— WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023
આ પણ વાંચો : Video જોઈ ધબકારા ચૂકી જશો ! યુવક પર હુમલો કરવા જ જઈ રહ્યો હતો મગર, છેલ્લી ઘડીએ આવી રીતે બચ્યો જીવ
@ItsAamAadmi હેન્ડલથી ટ્વિટર પર શેર કરવામાં આવેલ વિડિયોને અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ કમેન્ટ કરી છે. થાણે પોલીસ અને ડીજીપી મહારાષ્ટ્રને ટેગ કરીને યુઝરે પૂછ્યું છે કે શું મનોરંજનના નામે આવી મૂર્ખતાની મંજૂરી છે? આ સાથે યુઝરે જણાવ્યું કે આ ઘટના ઉલ્હાસનગર સેક્ટર 17ની છે.
વીડિયોમાં દેખાતા યુવકની ઓળખ 32 વર્ષીય આદર્શ શુક્લા તરીકે થઈ છે. જો કે, આ મામલો વાયરલ થતાં જ થાણે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને હવે આદર્શ સામે કાર્યવાહી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદર્શ વિરુદ્ધ હેલ્મેટ ન પહેરવા અને પોતાનો જીવ જોખમમાં મૂકવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો