Viral Video : આંખ પર પટ્ટી બાંધી આ વ્યક્તિએ લગાવ્યું સટીક નિશાન, યુઝર્સે કહ્યું – આવું ટેલેન્ટ મહાભારતકાળમાં જ હતું !

કેટલાક ટેલેન્ટેડ લોકોને તો યોગ્ય પ્રોત્સોહન મળે તો આખી દુનિયાને દંગ કરી દે તેવા કામ કરી શકે છે. દુનિયામાં એકથી એક ચઢિયાતા લોકો છે, જેમના ટેલેન્ટને સૌ કોઈ સલામ કરે છે. હાલમાં આવા જ એક ટેલેન્ટેડ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

Viral Video : આંખ પર પટ્ટી બાંધી આ વ્યક્તિએ લગાવ્યું સટીક નિશાન, યુઝર્સે કહ્યું - આવું ટેલેન્ટ મહાભારતકાળમાં જ હતું !
| Edited By: | Updated on: Jul 11, 2023 | 6:57 AM

Shocking Video : દુનિયાના 200થી વધારે દેશમાં 788.84 કરોડથી વધારેની વસ્તી છે. પૃથ્વી પરના દરેક વ્યક્તિ પાસે પોતાનું કોઈ ખાસ ટેલેન્ટ હોય છે. કેટલાક ટેલેન્ટેડ લોકોને તો યોગ્ય પ્રોત્સોહન મળે તો આખી દુનિયાને દંગ કરી દે તેવા કામ કરી શકે છે. દુનિયામાં એકથી એક ચઢિયાતા લોકો છે, જેમના ટેલેન્ટને સૌ કોઈ સલામ કરે છે. હાલમાં આવા જ એક ટેલેન્ટેડ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

આપણે સૌ મહાભારત વિશે જાણીએ જ છે. અર્જુન અને એકલવ્ય જેવા શ્રેષ્ઠ બાણવીર પોતાના સટીક નિશાના માટે જાણીતા હતા. હાલમાં વાયરલ થઈ રહેલા વ્યક્તિને જોઈને પણ તમને મહાભારત કાળના અર્જુન અને એકલવ્ય યાદ આવશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ આંખો પર પટ્ટી બાંધીને હાથમાં ગુલેલ લઈને સાઈકલના પૈડા પર દેખાતી બોટલને નિશાન બનાવે છે. કેટલાક લોકો જોયા વગર પણ સારો નિશાનો નથી લગાવી શકતા પણ આ વ્યક્તિએ જોયા વગર શાનદાર નિશાનો લગાવ્યો હતો.

આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ

આ રહ્યો કળિયુગનો અર્જુન-એકલવ્ય


આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી

સોશિયલ મીડિયા પર આ વીડિયો યૂટ્યૂબ શોટ્સ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 1.8 કરોડથી વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાના પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ભાઈ ઓલમ્પિક જેવી ટુર્નામેન્ટમાં ભાગ લેજો, તમે ગોલ્ડ મેડલ અપાવી શકો છો. બીજા એક યુઝરે લખ્યું છે કે, આ વીડિયો જોઈ મને મહાભારતમાં અર્જુનનાએ પ્રસંગની યાદ આવી ગઈ. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ વ્યક્તિને તો એવોર્ડ મળવો જોઈએ. આવી અનેક પ્રતિક્રિયાઓ આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો :  Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

 

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us