Viral Video: ઝાડના તૂટેલા થડમાંથી બનાવ્યું બાઇક, આ કિમીયા પર ઓવરી ગયા લોકો, જુઓ Jugaad viral Video

જ્યારે જુગાડ સાથે સંબંધિત કોઈ વીડિયો ઈન્ટરનેટ પર આવે છે, ત્યારે તે આડેધડ વાયરલ થઈ જાય છે. હા, હવે આ વ્યક્તિએ બાઈક બનાવી છે અને તે પણ તૂટેલા ઝાડમાંથી. તેના આ વીડિયોને અસંખ્ય વ્યૂ મળ્યા છે.

Viral Video: ઝાડના તૂટેલા થડમાંથી બનાવ્યું બાઇક, આ કિમીયા પર ઓવરી ગયા લોકો, જુઓ  Jugaad viral Video
Jugaad bike Viral video
| Edited By: | Updated on: Feb 02, 2023 | 2:05 PM

Jugaad Video: સોશિયલ મીડિયા પર એક પછી એક જુગાડના ફની વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, અહીં તમે જુગાડનો એવો શાનદાર વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને મોટા-મોટા દિગ્ગજો પણ દંગ રહી જશે કારણ કે અહીં વ્યક્તિએ કોઈ પણ મહેનત કર્યા વગર જ લાકડામાંથી બાઇક બનાવ્યું હતું. આ યુવકે  લાકડાના થડ, બાઇક તથા સાયકલને ભેગી કરીને એક નવતર બાઇક બનાવી લીધું હતું.

વ્યક્તિના જીવનમાં  તેની જરૂરિયાત બધું જ શીખવી દે છે અને કોઈ વસ્તુ  ન મળે તો વ્યક્તિ  હાજર સો હથિયાર ગણીને  તેની પાસે જે સાધનસરંજામ હોય તેનાથી પોતાનું કામ સરળ કરી શકે છે જેને જુગાડ કહેવામાં આવે છે આજકાલ લોકો જુગાડટેક્નોલોજી દ્વારા એવી એવી વસ્તુઓનું નિર્માણ કરે છે કે તેની આગળ મોટા વૈ5ાનિકો પણ માથું ખંજવાળવા લાગે છે  હાલમાં એવો જ વીડિયો વારયલ થયો છે જેમાં  એક વ્યક્તિએ એવી એટીવી બાઇક બનાવી જેેને જોઈને  સૌ કોઇ હેરાન થઇ ગયા છે.

જુગાડ મામલે આપણે ભારતીયો પાસે કોઈ જવાબ નથી. પરંતુ એવું લાગે છે કે વિદેશીઓએ પણ આ કૌશલ્ય ભારતીયો પાસેથી શીખ્યા છે. પરંતુ ગમે તેટલું મુશ્કેલ કાર્ય હોય, જુગાડબાઝ જુગાડ રમીને તેને સરળ બનાવે છે. આ જ કારણ છે કે જ્યારે જુગાડ સાથે સંબંધિત કોઈ વીડિયો ઈન્ટરનેટ પર આવે છે, ત્યારે તે આડેધડ વાયરલ થઈ જાય છે. હા, હવે આ વ્યક્તિએ બાઈક બનાવી છે અને તે પણ તૂટેલા ઝાડમાંથી.

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દેશી એટીવી બનાવવા માટે કોઈ વ્યક્તિએ ઝાડ નથી કાપ્યું કે નથી કાપ્યું માત્ર પૈડાં અને હેન્ડલ એવી રીતે ફીટ કર્યાં છે કે તે બાઇકમાં ફેરવાઈ ગયું છે. કહેવાનો મતલબ એ છે કે આ વ્યક્તિએ કોઈપણ મહેનત વગર ઝાડ પરથી બાઇક તૈયાર કરી છે. તેને બનાવવા માટે એન્જિનિયરોએ કેટલા પુસ્તકો વાંચવા પડશે તે ખબર નથી. આલમ એ છે કે આ વીડિયો લોકોમાં ધૂમ મચાવી રહ્યો છે અને યુઝર્સ તેને જોરદાર શેર કરી રહ્યા છે.