
Animal Video : સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લોકો જંગલી પ્રાણીઓના વીડિયો વધારે જુએ છે કારણે કે તેઓ જંગલી પ્રાણીઓને પોતાના જીવનમાં ભાગ્યે જ જોઈ શકતા હોય છે. તમે જંગલી પ્રાણીઓની ઘણી વિચિત્ર હરકતો જોઈ હશે. પણ શું તમે ક્યારેક પોલ ડાન્સ કરતા જોયો છે? હાલમાં આવા જ એક રીંછનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યુ છે. લોકો આ વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થયા છે.
આ વાયરલ વીડિયો એક પ્રાણી સંગ્રહાલયનો છે. આ વીડિયોમાં દેખાતા એક બોર્ડ પરથી આ વિદેશી પ્રાણી સંગ્રહાલય હોવાનો ખ્યાલ આવે છે. તે બોર્ડના થાંભલા પાસે એક રીંછ છે. જે એક સમસ્યાથી પરેશાન છે. તે ખંજવાળથી કંટાળી ગયો છે અને કઈ પણ કરીને તે તેને દૂર કરવા માંગે છે. તે પોતાના સાથી રીંછનો સહારો લઈ શકતો નથી તેથી તે થાંભલાનો સહારો લે છે. તે પોતાના શરીરને થાંભલા સાથે ઘસીને પોતાની ખંજવાળ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તેને આ કામમાં એટલી મજા આવે છે કે તે ડાન્સ કરતો હોય તેવું લાગી રહ્યુ છે. લોકોએ તેને પોલ ડાન્સ કરતો રીંછ માની લીધો હતો.
Good scratch.. 😅🎶 pic.twitter.com/9CQ3mX3tP2
— Buitengebieden (@buitengebieden) September 7, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને કરોડો લોકો જોઈ ચૂકયા છે અને 22 લાખથી વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યુ છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. તેઓ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, મેં જીવનમાં પહેલી વાર રીંછનો ડાન્સ જોયો છે. એક અન્ય યુઝરે લખ્યુ છે કે, ખંજવાળ ભગાડવાની આ રીત ખરેખર અનોખી છે. તેનાથી મનોરંજન પણ મળે છે. આવી અનેક પ્રતિક્રિયા આ વાયરલ વીડિયો પર જોવા મળી હતી.આ વીડિયો જોઈ લોકોને કાર્ટૂનમાં બતાવવામાં આવતા રીંછના પાત્રો યાદ આવી ગયા હતા.