Viral : આ નાની બાળકીએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ ! ખતરનાક સ્ટંટ જોઈને લોકોના ઉડ્યા હોંશ

આજકાલ સોશિયલ મીડિયા પર એક નાની બાળકી ખુબ ચર્ચામાં છે. આ બાળકી જે રીતે ખતરનાક સ્ટંટ કરી રહી છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral : આ નાની બાળકીએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ ! ખતરનાક સ્ટંટ જોઈને લોકોના ઉડ્યા હોંશ
Stunt video goes viral
| Edited By: | Updated on: Nov 22, 2021 | 1:47 PM

Viral Video : ઈન્ટરનેટ પર આ દિવસોમાં સ્ટંટનો એક વીડિયો (Stunt Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે આ સ્ટંટ કોઈ અનુભવી વ્યક્તિએ નહીં પરંતુ એક નાની બાળકીએ કર્યો છે. આ વીડિયોમાં બાળકી જે રીતે રેમ્પ પર બાઇકને પલ્ટી મારતી જોવા મળી રહી છે તે જોયા બાદ કોઇપણ વિશ્વાસ નહી કરી શકે કે કોઇ નાની બાળકી આવું કરી શકે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખળભળાટ મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

બાઈક પર બાળકીએ કર્યા અદભૂત સ્ટંટ

આજકાલ યુવાનોમાં સ્ટંટ કરવાનું ચલણ ખુબ વધી ગયું છે. કેટલીકવાર કોઈ એવા સ્ટંટ કરે છે, જેને જોઈને કોઈના પણ રૂંવાટા ઉભા થઈ જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળકી 4 પૈડાવાળી બાઇક પર સ્ટંટ કરી રહી છે. વીડિયોમાં એક રેમ્પ જોવા મળે છે, જ્યાંથી બાળકી બાઇક સાથે પલટી મારતી જોવા મળે છે. આ વીડિયો જોયા પછી તમારા પણ હોંશ ઉડી જશે.

 

જુઓ વીડિયો

આ સ્ટંટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

આ સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર selmamordovskaya નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે.આ વીડિયોને અત્યારસુધીમાં 5 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.જો કે, કેટલાક યુઝર્સે બાળકી અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. લોકો કમેન્ટ સેક્શનમાં બાળકી વિશે પૂછી રહ્યા છે કે શું તેને કમરમાં કોઈ પ્રકારની ઈજા તો નથી થઈ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ બાળકીની હિંમતની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: આ ચોરને ધોળા દિવસે ચોરી કરવી પડી ભારે ! ચોરી પકડાઈ જતા જોયા જેવી થઈ, જુઓ Video

આ પણ વાંચો: Shilpa Shetty wedding-anniversary : લગ્નની વર્ષગાંઠ પર શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા માટે લખ્યો આવો મેસેજ, પોસ્ટ થઇ વાયરલ