
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન એક સફળ બિઝનેસમેન તો છે જ સાથોસાથ લોકોને મોટિવેટ કરવાનું કામ પણ કરે છે. તેઓ તેમના ટ્વીટર હેન્ડલ, પર અવારનવાર તેના ફોલોવર્સ માટે મોટિવેશનલ સ્ટોરી પોસ્ટ કરે છે. તેમણે આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને જોયા બાદ તમે જરૂર મોટિવેટ થશો અને જીવનમાં મળેલા દરેક કિમતી પળવી કદર કરવાનું શીખી જશો.
તમે અનેક લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે કે બાઝ જેવી નજર રાખો. વાસ્તવમાં બાઝની નજર ઘણી તેજ હોય છે. એટલી તેજ કે ઉંચે આકાશમાં હોવા છતા તે નીચે પોતાના શિકારને આસાનીથી જોઈ લે છે અને જમીન પર આવી તેને દબોચી લઈ આકાશમાં લઈ જાય છે. આથી જ તેને ખતરનાક શિકારી પક્ષી કહેવાય છે. તેની તાકાત અને નજરોની મિસાલ આપવામાં આવે છે. પરંતુ આ જે વીડિયો સામે આવ્યો છે તે હેરાન કરી દેનારો અને અલગ છે.
Sometimes you’re watched over & looked after without even realising how blessed & fortunate you are…We need to feel gratitude for every day that seems just ‘normal,’ pic.twitter.com/osbez0Db3O
— anand mahindra (@anandmahindra) January 20, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ ચિંતા વિના એક શખ્સ પાણીમાં તરી રહ્યો હોય છે. તેને પણ ખબર નથી હોતી કે તેની ઉપર જીવલેણ સંકટ મંડરાઈ રહ્યુ હોય છે. આ દરમિયાન તેની પાછળથી ઉડતુ એક બાઝ આવે છે અને તેની ઉપર હુમલો કરવા માટે ઉપર મંડરાવા લાગે છે અને જેવો શખ્સ પાણીમાંથી સપાટી ઉપર આવે છે કે તે તેની તિક્ષ્ણ ચાંચથી તેની પર હુમલો કરવાનું વિચારે છે અને અચાનક તેને શું થાય છે કે તે શખ્સને નુકસાન પહોંચાડ્યા વિના જ પાછુ ફરી જાય છે.
આ પણ વાંચો: એવુ તો શુ છે આ ઘરમાં કે આનંદ મહિન્દ્રા ખુદ કરી રહ્યા છે તેના વખાણ , જુઓ આ Viral Video
આ વીડિયોને શેયર કરતા તેમણે લખ્યુ છે કે આપણે દરેક દરેક દિવસ અને પળ માટે આભારી માનવો જોઈએ ભલે પછી એ સામાન્ય હોય. આ સામાચાર લખાય છે ત્યા સુધીમાં આ વીડિયોને 9 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને કમેન્ટ કરી તેના પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે સાચે જ ઈશ્વર તરફથી મળનારી દરેકે દરેક ક્ષણ ઘણી કિમતી હોય છે તો અન્ય એક યુઝરે લખ્યુ છે કે જિંદગીના દરેક દિવસને એક અવસરની જેમ લેવો જોઈએ. ના કે તેને વેડફવો જોઈએ. આ ઉપરાંત અન્ય પણ અનેક લોકોએ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.