Viral Video : શ્વાનના અનોખા લગ્ન થયા વાયરલ, સાત ફેરા સાથે જયમાળા પહેરી એકબીજાના થયા ટોમી અને જૈલી

Dog marriage : ભારત સહિત અનેક દેશોમાં શ્વાન પ્રત્યે પ્રેમ રાખનાર અનેક લોકો રહે છે. કેટલાક લોકોને તો શ્વાન પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે કે તેઓ તેમના લગ્ન પણ કરાવતા હોય છે. હાલમાં આવા જ એક શ્વાનના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : શ્વાનના અનોખા લગ્ન થયા વાયરલ, સાત ફેરા સાથે જયમાળા પહેરી એકબીજાના થયા ટોમી અને જૈલી
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 16, 2023 | 5:11 PM

ભારત સહિત અનેક દેશોમાં માણસોના ધામધૂમથી લગ્ન થતા તમે જોયા જ હશે. ભારતમાં તો લગ્નને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. પણ શું તમે ક્યારેય શ્વાનના લગ્ન જોયા છે. જમાનો એટલો બદલાઈ ગયો છે કે, હવે લોકો માણસોની જેમ પ્રાણીઓના પણ લગ્ન કરાવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના અલીગઢના શ્વાનના લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લોકો શ્વાનના લગ્નની ખુશીમાં નાચતા જોવા મળી રહ્યાં છે. આવા દ્રશ્યો તમે પહેલા ભાગ્યે જ જોયા હશે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

અલીગઢના સુખરાવલી ગામના પૂર્વ પ્રધાન દિનેશ ચૌધરીએ પોતાના આઠ મહિના શ્વાન ટોમીના લગ્ન અતરૌલીના ટીકરી રાયપુરના ડો રામપ્રકારશ સિંહની સાત મહિનાની માદા શ્વાન જૈલી સાથે નક્કી કર્યા હતા. 14 જાન્યુઆરીના રોજ આ બંને શ્વાનના લગ્ન નક્કી થયા હતા. અને કાલે 15 જાન્યુઆરીના રોજ ધામધૂમથી બંને પરિવારોએ ટોમી અને જૈલીના લગ્ન કરાવ્યા હતા. ઢોલ-નગાડા, ફૂલ માળા, વરઘોડા અને ડાન્સ સાથે આ લગ્ન પૂરા થયા હતા. ધામધૂમથી થયેલા આ લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહેલા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video: નેપાળ વિમાન દુર્ઘટનામાં UPના 5 મિત્રોના મોત, અકસ્માત પહેલા FB LIVE કર્યું હતું

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પ્રાણીઓ પ્રત્યેનો અદ્દભુત પ્રેમ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સલામ છે આ વ્યક્તિને. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ, કૂતરા પણ હસતા હશે આ લોકો પર.

 

Published On - 5:10 pm, Mon, 16 January 23