આપણે મોટાભાગે લોકોના ચહેરા અને પહેરવેશને જોઇને તે વ્યક્તિની આર્થિક સ્થિતી અને ભણતરને લઇને અંદાજો લગાવી લઇએ છીએ. પરંતુ આપણે આવુ ન કરવુ જોઇએ કારણ કે કોઇ પણ વ્યક્તિને સમજ્યા વગર તેમના વિશે કોઇ પણ માન્યતા ધારણ કરવી મુશ્કેલ છે. સામે વાળાનો રંગ-રૂપ અને કપડાં જોઇને તેને ક્યારે પણ જજ કરવુ નહીં.
હાલમાં બેંગલુરુની એક મહિલા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ મહિલા વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તે કચરો વણવાનું કામ કરે છે. પરંતુ તેનો જે વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલા જબરદસ્ત ઇંગ્લિશ બોલી રહી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને itmeshachinaheggar એ શેયર કર્યો છે. વીડિયોમાં એક મહિલા દેખાઇ રહી છે અને તે કહી રહી છે કે તેણે 7 વર્ષ સુધી જાપાનમાં કામ કર્યુ છે. વીડિયો પ્રમાણે તે સદાશિવનગરની આસપાસ કચરો વણી રહી હતી. તેણે વધુમાં જણાવ્યુ કે 7 વર્ષ બાદ તે પરત ભારત આવી ગઇ હતી.
સાથે જ મહિલાએ પોતાની વાત કહેતા કહેતા એક સોન્ગ પણ ગાયુ છે. તેમણે પોતાનું નામ Cecilia Margaret Lawrence જણાવ્યું. ઘણા બધા લોકોએ વીડિયો જોઇને લખ્યુ કે મહિલાનો વીડિયો રેકોર્ડ કરીને ખૂબ સારુ કામ કરવામાં આવ્યુ છે.
સચિન હેગરે મહિલા વિશે લખ્યુ કે અનોખી વાર્તાઓ હંમેશા આપણી આસપાસ હોય છે. તમારે બસ એટલુ કરવાનું છે કે ઉભા રહો અને ચારેતરફ જુઓ, કેટલીક સુંદર તો કેટલીક દુ:ખભરી, પરંતુ ફુલો વગર જીંદગી શુ છે. આ અદ્ભૂત ઉત્સાહી મહિલાનો સંપર્ક કરવો જોઇએ. જો તમારામાંથી કોઇ તેમને મળવા માંગે છે તો અમને કોન્ટેક્ટ કરે. @ceciliaed_always એક પેજ છે જેમાં આ મહિલાની મોડેલિંગની તસવીરો પણ મળી જશે. જો કે મહિલા પોતે આ પેજની ઓનર નથી.
તમને જણાવી દઇએ કે જે મહિલાએ આ વીડિયો બનાવ્યો તેમણે જણાવ્યુ કે તેને આ મહિલા કચરો વણતા જોવા મળી હતી. તે પ્લાસ્ટિક ભેગુ કરી રહી હતી. સાથે જ તેમણે જણાવ્યુ કે, પ્લાસ્ટિક વેચીને તેને જે પૈસા મળે છે તેનાથી તે પોતાનો ખર્ચો કાઢે છે. આ મહિલાની મદદ કરવા માટે ઘણા લોકોએ ઇચ્છા પણ વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો – Shravan-2021 : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !
આ પણ વાંચો – Airport બાદ હવે check post ઉપર Adani Group નો કબ્જો , જાણો ક્યાં રાજ્યમાં ખરીદી 49% હિસ્સેદારી