Viral Video: ભોપાલના ફરસાણ વેપારીનો અનોખો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું – ભારતમાં ટેલેન્ટની અછત નથી!

Bhopal : ભારત 130 કરોડથી વધુની વસ્તી ધરાવે છે. આ દેશમાં રોજગારની અછત કદાચ હોઈ શકે છે પણ આ દેશમાં ટેલેન્ટની અછત નથી. હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને જોઈને તમને પણ આવો વિચાર આવશે.

Viral Video: ભોપાલના ફરસાણ વેપારીનો અનોખો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું - ભારતમાં ટેલેન્ટની અછત નથી!
Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Sep 06, 2022 | 10:31 PM

Bhopal: સોશિયલ મીડિયા એ ટેલેન્ટેડ લોકો માટે એક જોરદાર પ્લેટફોર્મ છે. અહીં તમે પોતાના ટેલેન્ટને આખી દુનિયા સામે મુકી શકો છો. સોશિયલ મીડિયા પર આવા અનેક ટેલેન્ટ તમે ભૂતકાળમાં જોયા જ હશે. હાલમાં પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભોપાલનો છે. આ વીડિયો એક ભોપાલી  ફરસાણ વાળાનો છે. આ વીડિયોમાં ફરસાણ વાળો પોતાનું એવું ટેલેન્ટ બતાવી રહ્યો છે, કે તેના યૂનિક ટેલેન્ટને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ ગયો છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ફરસાણ વાળો તેની સ્કૂટર પર બેસીને એક ગલીમાં તેનો વેપાર કરવા આવ્યો છે. તે પોતાની અનોખી સ્ટાઈલમાં તેના ફરસાણનો પ્રચાર કરી રહ્યો છે. તે એવી આગવી શૈલીમાં પોતાની વાત મુકી રહ્યો છે કે લોકો તેને એક વાર તો સાંભળે જ છે. તે સ્કૂટર પર બેઠો છે અને તેણે પહેરેલી ટોપી પર BOY લખ્યુ છે. તેના હાથમાં ફરસાણનો થેલ્લો પણ દેખાય છે. લોકો આ વીડિયોને ખુબ શેયર કરી રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર manishbpl નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થયો છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વ્યક્તિની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છેે કે, ભારતની દરેક ગલીમાં તમને આવું ટેલેન્ટ જોવા મળશે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ભારતમાં નાનાથી લઈને વડીલ સુધી તમામમાં કઈને કઈ ટેલેન્ટ છે. આ દેશમાં ટેલેન્ટની અછત નથી.