Twitter Viral video: નાનું કેબિનેટ થોડી વારમાં જ બની જાય છે મોટી ઓફિસ, જુઓ સ્પેસ મેનેજમેન્ટનો વાયરલ Video

|

Jan 20, 2023 | 3:17 PM

Twitter Viral video: આ કેબિનેટ યુવતી રિમોટની મદદથી ઓપરેટ કરી રહી છે. આજકાલ  આ પ્રકારના સ્પેસ સેવિંગના વીડિયો  ખૂબ જ પસંદગી પામી રહ્યા છે અને વારંવાર આ  પ્રકારના વીડિયો  વાયરલ પણ થાય છે.  ખાસ કરીને રસોડાના,   બેડ રૂમના અને ડ્રોઇંગ રૂમ કે લિવિંગ રૂમ અને હોલના આ પ્રકારના ફર્નિચરના વીડિયો  ખૂબ જ વાયરલ થતા હોય છે. 

Twitter Viral video: નાનું કેબિનેટ થોડી વારમાં જ બની જાય છે મોટી ઓફિસ, જુઓ સ્પેસ મેનેજમેન્ટનો વાયરલ Video
viral video of smart space

Follow us on

Twitter Viral video:  હાલના સમયમાં દરેક શહેરોમાં ઘર ખૂબ નાના હોય છે અને મોટા ભાગના લોકોને તો હંમેશાં એવી ફરિયાદ જ રહેતી હોય છે કે ઘર નાનું પડે છે તેમાંય જો ઘરમાંથી જ ઓફિસનું કામ કરવાનું હોય કે પછી કોઈ કારણસર work from home કરવાનું હોય ત્યારે ઓફિસના લેપટોપ , કમ્પ્યૂટર અને વાયરનો ફેલાવો એટલો વધી જાય છે કે કામ કરવાનો પણ કંટાળો આવે. ત્યારે આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં એવો વાયરલ થયો છે જે જોઈને યૂઝરને ખાસ કરીને સ્ત્રીઓને ખૂબ મજા આવી રહી છે અને આ વાયરલ  વીડિયો અસંખ્ય લોકોએ શેર પણ કર્યો છે.

ઘરમાંથી થોડી વારમાં બની જાય છે ઓફિસ

આ વીડિયોમાં જોવા મળે છે કે એખ સરસ મજાનું કેબિનેટ છે જ્યાં એક મહિલા આવે છે  આ કેબિનેટ ખસે છે અને સરસ જગ્યા થઈ જાય છે તેમાંથી એ મહિલા એક ટેબલ ખેંચે છે આ એવું ટેબલ છે જેમાં  જગ્યા ઓફિસમાં ફેરવાઈ જાય છે અને ત્યાર બાદ આ કેબિનેટને આગળથી બતાવવામાં આવે છે જેમાં  આગલ ટીવી તેમજ પુસ્તકો  વેગેરે મૂકવામાં આવ્યા છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

 

આ કેબિનેટ યુવતી રિમોટની મદદથી ઓપરેટ કરી રહી છે. આજકાલ  આ પ્રકારના સ્પેસ સેવિંગના વીડિયો  ખૂબ જ પસંદગી પામી રહ્યા છે અને વારંવાર આ  પ્રકારના વીડિયો  વાયરલ પણ થાય છે.  ખાસ કરીને રસોડાના,   બેડ રૂમના અને ડ્રોઇંગ રૂમ કે લિવિંગ રૂમ અને હોલના આ પ્રકારના ફર્નિચરના વીડિયો  ખૂબ જ વાયરલ થતા હોય છે.

આ વીડિયો જોઇને તમે પણ તમારું ફર્નિચર બનાવવા માટે નવતર આઇડિયાની મદદ લઈ શકો છો. આ વીડિયો જોઈને ઘણાએ  કમેન્ટ કરી છે કે  આ  પ્રકારના આઇડિયાને  ચોક્કસપણે અમલમાં મૂકવામાં આવશે.  તો ઘણાએ લખ્યું છે  કે  આ તો સ્પેસ શટલમાં રહેવા જેવું છે.

Next Article