Viral Video: બે બિલાડીની લડાઈમાં વચ્ચે પડ્યુ કબૂતર, પછી શરુ થઈ મજેદાર રમત

Viral Video: પ્રાણીઓના વીડિયો હંમેશા લોકોનો મૂડ હળવો કરી નાખે છે. હાલમાં બે બિલાડી અને કબૂતરની લડાઈનો વીડિયો વાયરલ થયો છે. જે ખરેખર રમૂજી વીડિયો છે.

Viral Video: બે બિલાડીની લડાઈમાં વચ્ચે પડ્યુ કબૂતર, પછી શરુ થઈ મજેદાર રમત
Funny Viral Video
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Jul 24, 2022 | 8:56 PM

સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. પ્રાણીઓના વીડિયો ભલે જેવા પણ હોય તે દરેક વ્યક્તિને મનોરંજન પૂરુ પાડે છે. સોશિયલ મીડિયા પર કૂતરા અને બિલાડીને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કૂતરા અને બિલાડી દુનિયામાં સૌથી વધારે પાળવામાં આવતા પ્રાણીઓ છે. ભારતમાં બિલાડીને કૂતરાના પ્રમાણમાં ઓછી પાળવામાં આવે છે કારણ કે તેને આપણે ત્યા અપશુકનિયાર માનવામાં આવે છે. તેને લગતી અનેક માન્યતાઓ આપણા દેશમાં છે. પણ આજ બિલાડી સામન્ય માણસો અને ખાસ કરીને ખેડૂતો માટે મદદરુપ સાબિત થાય છે. કારણ કે તેનો ખોરાક ઉંદર છે અને તે તેનો શિકાર કરે તો આપણા ઉંદરના કારણે થતા નુકશાનથી બચી શકીએ છે. હાલમાં બે બિલાડીની લડાઈને વીડિયો (Cats Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આપણે બાળપણમાં 2 બિલાડીની રોટલી માટેની લડાઈમાં પડેલી ત્રીજી બિલાડીની વાર્તા સાંભળી જ છે પણ આ વાર્તા 2 બિલાડી અને એક કબૂતરની છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 2 બિલાડી કોઈ કારણસર એક બીજા સામે ઉભી છે. અચનાક ત્યાં કબૂતર આવી જાય છે. તે એક બિલાડીને હેરાન કરવાનું શરુ કરે છે. તેનાથી ચીડાઈને તે બિલાડી બીજી બિલાડી પર હુમલો કરે છે. આ કબૂતર બિલાડીની પૂછડી પર ચાંચ મારીને ઉડી જાય છે અને બન્ને બિલાડી ભયંકર રીતે લડી રહી છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Figen નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે અને તેના કેપ્શનમાં લખ્યુ છે કે આ એક નિષ્પક્ષ મેચ નથી, રેફરી કોઈનો પક્ષ લઈ રહ્યો છે. આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે. તેને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે. તેને લાખો લોકોએ લાઈક કર્યો છે અને તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો જોઈ લોકો હસી-હસીને લોટપોટ થઈ ગયા છે.