ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. દુનિયામાં ખૂણે ખૂણે રોજ ક્રિકેટ મેચ રમાતી હોય છે. દરેક મેચમાં એવી ઘટનાઓ બનતી હોય છે જે લોકોને વર્ષો સુધી યાદ રહેતી હોય છે. જેમ કે 2011ની વનડે વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં ધોનીએ મારેલો હેલિકોપ્ટર શોટ. આ શોટ આજે પણ આખી દુનિયાને યાદ છે. કઈક આવી જ ઘટના હાલમાં વર્લ્ડ કપ કવોલિફાયર મેચમાં જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં વર્લ્ડ કપ 2023ની કવોલિફાયર પ્લેઓફ મેચના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે UAE અને JERની ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. 20મી ઓવરની ત્રીજી બોલ પર એક એવી ઘટના બને છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આર મુસ્તુફા નામનો બોલર અનોખી રીતે કેચ પકડે છે અને અંતે બેટરને ડરાવે પણ છે. આ રમૂજી વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 6, 2023
આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર ભાઈ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્રિકેટના મેદાન પર આ સામાન્ય ઘટના છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પેલા બેટરનો હાલ જોવા જેવો હતો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…