
20 Lions Together Drinking Water Video: જંગલના પ્રાણીઓનું જીવન ખતરનાક હોય છે. પણ કેટલીકવાર જંગલના પ્રાણીઓના રસપ્રદ અને અદ્દભુત નજારા કેમેરામાં કેદ થઈ જતા હોય છે. જંગલમાં ક્યારે શું થઈ જાય તેની ખબર નથી હોતી. આ બધા વચ્ચે જંગલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે.
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ જોખમ વચ્ચે પોતાના ટેલેન્ટ અને હિંમતથી અદ્દભુત દ્રશ્યો કેમેરામાં કેદ કરતા હોય છે. જેમાંથી કેટલાક નજારા જીવનભર યાદ રહી જતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં દક્ષિણ આફ્રિકાના માલામાલા ગેમ રિઝર્વનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ યુઝર્સ દંગ રહી ગયા છે. આ વીડિયોમાં 20 સિંહ એક સાથે પાણી પીતો જોવા મળી રહ્યા છે. લોકોએ આવો નજારો આ પહેલા ક્યારેય જોયો ન હતો.
આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ
આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી
આ ખૂબ જ દુર્લભ દૃશ્ય નેદવ ઓસેન્ડ્રીવરે નામના વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યું છે. નદવ LatestSightings.com ના સ્થાપક અને CEO છે. માલામાલા ગેમ રિઝર્વમાં સફારી દરમિયાન, તેણે સિંહોના ટોળાને પાણી પીતા જોયા. નાદવ કહે છે કે દીપડાની એક ઝલક જોવા માટે આવેલ સફારી ગ્રૂપ જ્યારે તેમની નજર સમક્ષ આ અદ્ભુત નજારો આવ્યો ત્યારે નિરાશ થઈને પરત ફરવાનું હતું. વાયરલ ક્લિપમાં રેતી નદીમાંથી સિંહો પોતાની તરસ છીપાવતા જોઈ શકાય છે.
આ પણ વાંચો : Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા
આ વીડિયો લેટેસ્ટ સાઇટિંગ્સની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેના પર અત્યાર સુધીમાં લગભગ 5 લાખ વ્યુઝ આવી ચૂક્યા છે. આ સિવાય લોકો આ અદ્ભુત નજારાને માણ્યા બાદ ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોથી પ્રભાવિત થઈને પોતાની જંગલસફારીનો અનુભવ પણ શેયર કરી રહ્યા છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો