Shocking Video : આજકાલની યુવા પેઢીને પોતાના મગજ અને ગુસ્સા પર કંટ્રોલ નથી રહેતો. તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા અને જોયા હશે, જેમાં નાનાકડી વાત પર લડાઈ થાય છે, સંબંધો બગડે છે અને કેટલીક વાર હત્યા પણ થાય છે. ક્યારેક બસમાં જગ્યાને લઈને લડાઈ થાય છે, તો ક્યારેક 5 રુપિયાના રીક્ષાના ભાડા માટે હત્યા થતી હોય છે. મહિલાઓ પણ ઘણીવાર સામાન્ય વાત પર લડી પડે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં બની રહેલી ઘટના ગંભીર છે પણ તેને જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે વાહનોથી ભરચક એક ગલ્લીમાં 2 છોકરીઓ એક બીજા સાથે લડી રહી છે. આ વીડિયો બિહારના છપરા જિલ્લાનો હોવાનું કહેવાય રહ્યું છે. એમ પણ કહેવાય રહ્યું છે કે આ બન્ને બોયફ્રેન્ડ માટે એકબીજા સાથે લડી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે આ બન્ને છોકરીઓ કેટલા ગુસ્સાથી એકબીજાને મારી રહી છે. તે દરમિયાન લાત, થપ્પડ અને મુક્કાનો વરસાદ જોવા મળે છે. 1 છોકરો અને 1 છોકરી તે બબાલને રોકવાનો પ્રયત્ન પણ કરે છે. પણ તેઓ એકબીજાને મારવાનું છોડતા નથી. થોડા સમય પછી મગજ શાંત થતા, આ ઝઘડો અટકે છે.
सड़क पर ही भिड़ गईं दो लड़कियां. खूब चले थप्पड़…स्थानीय लोगों के मुताबिक, ब्वॉयफ्रेंड के लिए दोनों लड़कियों में मारपीट हुई. मामला बिहार के छपरा जिले का है. #Bihar #Chapra #BiharNews #ViralVideos pic.twitter.com/e81NXrOZcS
— Sonu Sharma (@sonu2media123) September 18, 2022
આ બોયફ્રેન્ડ કઈ છોકરીનો હતો અને તેની કઈ વાત પર બબાલ થઈ તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, કેમ કોઈ છોકરી મારા માટે આવી રીતે નથી લડતી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, તમે લડો નહીં, હું પેલા કરતા વધારે સારો બોયફ્રેન્ડ બનીશ. મને ચાન્સ તો આપો. આવી અનેક રમૂજી કોમેન્ટ આ વીડિયા પર જોવા મળી હતી. 2 મહિના પહેલા ઝારખંડનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.