Video : ભારે કરી ! યુવાને આ જગ્યા પર પડાવ્યો ફોટો, કેમેરાનો એંગલ બદલાતા લોકોના હોંશ ઉડી ગયા

આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર beautifulearth નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, 'બ્રાઝિલમાં કોઈ એટલું બહાદુર છે'.

Video : ભારે કરી ! યુવાને આ જગ્યા પર પડાવ્યો ફોટો, કેમેરાનો એંગલ બદલાતા લોકોના હોંશ ઉડી ગયા
Shocking video goes viral
| Edited By: | Updated on: Nov 18, 2021 | 4:16 PM

Viral Video : કેટલાક લોકો અનોખી સેલ્ફી અને તસવીરો લેવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. આવો જ એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પહાડના એકદમ છેડે જઈને તેનો વીડિયો શૂટ(Video Shoot)  કરતો જોવા મળે છે. અહીં એક ભૂલ પણ આ વ્યક્તિને ભારે પડી શકે છે. આ વીડિયો બ્રાઝિલનો (Brazil) હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

કેમેરાનો એંગલ બદલાતા જ કંઈક આવુ જોવા મળ્યુ !

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પર્વત પર ચાલતો જોવા મળી રહ્યો છે. બાદમાં કેમેરાનો એંગલ બદલાતાની સાથે જ પેનોરેમિક વ્યુ દેખાય છે. પહાડની નીચે હજારો ફૂટ ઊંડી ખાઈની વચ્ચે એક શહેર જોવા મળી રહ્યુ છે. આ નજારો ખરેખર હદયસ્પર્શી છે. આ પડાડની ટોચ પર આ વ્યક્તિ ડર્યા વિના ફોટશુટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર beautifulearth નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે યુઝરે કેપ્શન લખ્યું છે કે, ‘બ્રાઝિલમાં કોઈ આટલું બહાદુર છે’. તમને જણાવી દઈએ કે,આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 14 હજાર લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, મને લાગ્યું કે આ વ્યક્તિ કૂદવા જઈ રહ્યો છે. આ મૂર્ખ છે…. આ રીતે તમે તમારા જીવનને જોખમમાં મૂકી રહ્યા છો. આ સિવાય અન્ય યુઝર્સ પણ યુવકને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: લો બોલો ! સ્કૂટી માટે સાઈડ ન આપતા આ મહિલાએ કેબ ડ્રાઈવરને ઝુડી નાખ્યો, Video જોઈ લોકોએ કહ્યુ- સરેઆમ ગુંડાગર્દી

આ પણ વાંચો: Viral : બિઝનેસમેન ગોએન્કાની વધુ એક પોસ્ટ થઈ વાયરલ, જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો