Viral Photos : સલમાન ખાને કેટરિનાના કાનમાં શું કહ્યું ? વાયરલ થયેલી આ રમુજી તસવીરમાં છુપાયેલું છે રહસ્ય !

|

Aug 26, 2021 | 11:35 AM

જે લોકો પોતાના મનપસંદ સ્ટાર્સ (Stars) વિશે જાણવા આતુર છે તેઓ હવે આ વાયરલ તસવીર દ્વારા તેના સવાલનો જવાબ મેળવી શકે છે કે, સલમાન ખાને કેટરીના કૈફને શું કહ્યું ?

Viral Photos : સલમાન ખાને કેટરિનાના કાનમાં શું કહ્યું ? વાયરલ થયેલી આ રમુજી તસવીરમાં છુપાયેલું છે રહસ્ય !
viral picture telling what salman khan said to katrina kaif

Follow us on

Viral Photos : સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક નવું જોવા મળે છે. ઈન્ટરનેટ પર ક્યારેક તસવીર અને ક્યારેક વિડીયો અહીં વાયરલ થતા રહે છે. સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી બોલિવૂડમાં (Bollywood) સૌથી વધુ પસંદ કરાયેલા કપલમાંથી એક છે. તેના ચાહકો હંમેશા જાણવા માંગે છે કે સલમાન અને કેટરિના વચ્ચે શું ચાલી રહ્યું છે. ત્યારે વાયરલ થઈ રહેલી આ તસવીરમાં સલમાને કેટરીનાને શું કહ્યું તે વિશે જણાવવામાં આવ્યું છે.

સલમાન ખાને કેટરિનાના કાનમાં શું કહ્યું ?

સોશિયલ મીડિયા પર દરરોજ કેટલીક તસવીરો વાયરલ થતી રહે છે, જેમાં કેટલીક તસવીરો જોઈને તમે હસવાનું રોકી શકતા નથી, જ્યારે કેટલીક તસવીર (Viral Photos) જોઈને આશ્વર્યચકિત થઈ જવાતુ હોય છે. ઉપરાંત જો વાયરલ તસવીર કોઈ સેલિબ્રિટી (Celebrities) વિશે હોય તો લોકો તેમના વિશે જાણવા માટે ખુબ આતુર હોય છે. કેટલીક વખત લોકોની આ આતુરતાનો ફાયદો ઉઠાવીને ઘણી વખત કંપનીઓ અને બ્રાન્ડ્સ ફિલ્મ સ્ટાર્સના (Film Stars) નામનો ઉપયોગ કરીને પોતાની બ્રાન્ડ ઉભી કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ત્યારે તાજેતરમાં વાયરલ થઈ રહેલી તસવીરમાં આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આ તસવીરમાં એક ચા વાળાએ કેટરિના કૈફના કાનમાં આખરે સલમાન ખાને શું કહ્યું ? તે જણાવે છે, જેને કારણે આ તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.

લોકો ચા વાળાના અનોખા અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે

આ વાયરલ થઈ રહેલી તસવીર સુધીર ચા વાળાની દુકાનમાં લગાવેલા બોર્ડની (Board) છે, જેના પર લખ્યું છે, ‘સલમાને કેટરિનાના કાનમાં કહ્યું, ચાલો સુધીરની દુકાનમાં ચા પીએ.’ લોકોને આ તસવીર જોઇને ખુબ હસવુ આવી રહ્યુ છે, લોકો આ રમુજી તસવીરને ખુબ પસંદ કરી રહ્યા છે.

આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પણ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો ચા વાળાના અનોખા અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video: બૉલીવુડ ગીત પર બૌધ્ધ ભિક્ષુઓએ કર્યો જબરદસ્ત ડાંસ, વીડિયો જોઇ તમે પણ ચોંકી ઉઠશો

આ પણ વાંચો:  Video: કાર્ટૂન જોયા બાદ સુપરહીરો બનવા નીકળ્યુ બાળક, TVનો કર્યો એવો હાલ કે માતા-પિતા થઈ ગયા પરેશાન

Next Article