Game of Thrones : અમેરિકન ટીવી સીરિઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’ દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી સીરિઝ છે. જો તમે આ સીરિઝ જોઈ હશે, તો તમે નોંધ્યું હશે કે તેમાં તમામ પાત્રોએ અલગ-અલગ પ્રકારનો ડ્રેસ પહેર્યો છે, જે એકદમ અદભૂત છે અને લોકોને આશ્ચર્યમાં પણ મૂકી દે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ‘ગેમ ઓફ થ્રોન્સ’ના પાત્રો ભારતીય પોશાક પહેરે તો કેવા દેખાશે ? આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં સિરીઝ ના કેટલાક પ્રખ્યાત પાત્રો ભારતના પરંપરાગત પોશાકમાં જોવા મળે છે.
આ પણ વાંચો : ‘GOT’ ફેમ નથાલી એમેન્યુઅલે ‘આરઆરઆર’ ફિલ્મના કર્યા વખાણ, આલિયાની એક્ટિંગને ગણાવી શાનદાર
કોઈ અભિનેત્રીએ અનારકલી ડ્રેસ પહેર્યો છે તો કોઈ અભિનેતા ભારતીય રાજાઓના ડ્રેસમાં જોવા મળે છે. તેમને જોઈને એવું લાગે છે કે આપણે કોઈ ભારતીય રાજા અને રાણીને જોઈ રહ્યા છીએ. વાસ્તવમાં આ તસવીરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, પરંતુ તેને જોઈને એવું લાગતું નથી કે તે કોમ્પ્યુટરમાંથી બનાવવામાં આવ્યા છે, પરંતુ આ તસવીરો એકદમ વાસ્તવિક લાગે છે.
આ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર jyo_john_mulloor નામની આઈડીથી શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે અને તેણે કેપ્શનમાં લખ્યું છે કે, જો જ્યોર્જ આરઆર માર્ટિને ગેમ ઓફ થ્રોન્સ માટે કોઈ ભારતીય ડ્રેસ ડિઝાઈનરને હાયર કર્યો હોત તો દ્રશ્ય કંઈક આના જેવું હોત. આ તસવીરો જોઈને લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે આ નવો અવતાર છે તો કેટલાક જ્યો જોન મુલ્લુરની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે.
જો કે આ પહેલીવાર નથી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી આવી તસવીરો બનાવવામાં આવી હોય, પરંતુ તાજેતરમાં જ ગાંધીજી, મધર ટેરેસા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવી હસ્તીઓની AI તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તેઓ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ તસવીરોએ લોકોને ખૂબ જ ચોંકાવી દીધા હતા, કારણ કે તે દિવસોમાં મોબાઈલ ફોન નહોતા, તો સેલ્ફી લેવાની વાત તો છોડી દો.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…