Viral Photos: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ફરી મચાવી ધમાલ, AI દ્વારા જનરેટ થયેલા ભારતીય સ્ત્રીઓના ફોટો થયા વાયરલ

હાલમાં સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ થયેલી અલગ અલગ રાજ્યોની મહિલાઓના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

Viral Photos: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ફરી મચાવી ધમાલ, AI દ્વારા જનરેટ થયેલા ભારતીય સ્ત્રીઓના ફોટો થયા વાયરલ
AI generated images of indian women
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 03, 2023 | 8:15 PM

દુનિયામાં રોજ એક એક ચઢિયાતી વસ્તુઓની શોધ થાય છે. આ શોધને કારણે માણસોનું જીવન વધારે સુવિધાજનક અને સરળ બની રહી છે. હજારો વર્ષ પહેલા જ્યારે કેમેરાની શોધ થઈ ન હતી, ત્યારે માણસનો સ્કેચ અને પેઈન્ટિંગ બનાવવામાં આવતી હતી. આજે માણસોના સારા પ્રસંગોને યાદગાર બનાવવા માટે તે ક્ષણને કેમેરામાં કેદ કરવામાં આવે છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જનરેટ થયેલા અલગ અલગ રાજ્યોના કપલના ફોટો વાયરલ થયા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ થયેલી અલગ અલગ રાજ્યોની મહિલાઓના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર મહિલાઓની સુંદર સુંદર પેઈન્ટિંગ જેવી તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ ના તો પેઈન્ટિંગ છે કે ન તો કેમેરામાં કેદ થયેયલા ફોટો. આ ભારતીય મહિલાઓના ફોટો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કૃત્રિમ બુદ્વિ પણ કહેવામાં આવે છે. આ ફોટોસમાં બિહાર, પંજાબ અને ગોવા જેવા રાજ્યોની મહિલાઓની ઝલક જોવા મળી રહી છે.

આ રહ્યા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ થયેલા ફોટો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ થયેલી આ તસ્વીરોમાં ભારતના અલગ અલગ રાજ્યોની મહિલાઓ જોવા મળી રહી છે. આ ફોટોમાં અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ થયેલી આ તસ્વીરો માધવ કોહલીના નામના વ્યક્તિએ શેયર કર્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યા છે. આ ફોટોસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે સાથે સ્ટીરિયોટાઈપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.