Viral Photo: ફકત 2 મિનિટ મોડા આવવા પર આ કંપની આપી રહી છે વિચિત્ર સજા, આ ફોટો જોઈ તમે પણ ચોંકી જશો

|

Jun 12, 2022 | 11:54 PM

Viral Photo: આપણે બધાને ઘણી વાર ઓફિસ પહોંચવામાં મોડુ થતુ હોય છે. બસ આ જ રીતે એક કંપનીના કર્મચારીઓ મોડા આવતા તેમને એક વિચિત્ર સજા સંભળાવામાં આવી.

Viral Photo: ફકત 2 મિનિટ મોડા આવવા પર આ કંપની આપી રહી છે વિચિત્ર સજા, આ ફોટો જોઈ તમે પણ ચોંકી જશો
Viral Photo
Image Credit source: twwiter

Follow us on

દેશની કોઈ પણ કંપની હોય તે પોતાના કર્મચારીઓ સાથે કેવુ વર્તન કરતી હોય છે, તે કંપનીની  કેવી પોલીસી છે તેને કારણે વધારે ઓળખાતી હોય છે. ઘણી વખત કંપનીઓ તેમના કર્મચારીઓ પાસેથી સારુ અને પ્રોડેક્ટીવ કાર્ય મેળવવા માટે વિવિધ પ્રકારની ઓફર કરે છે, જેથી તેઓ તેમની પાસેથી મહત્તમ અને સારુ કામ મેળવી શકે, પરંતુ ઘણી કંપનીઓ એવી છે, જે તેમના કર્મચારીઓને હેરાન કરવા માટે અલગ-અલગ રીતો શોધે છે. આવી કંપનીઓને લાગે છે કે તેઓ આ રીતે કર્મચારીઓ પાસે વધુ કામ કરાવી શકશે. હાલના દિવસોમાં એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે નવો નિયમ બનાવ્યો છે, જેનો વાયરલ ફોટો (Viral Photo) જોઈને તમે પણ દંગ રહી જશો.

આ રહ્યો એ વાયરલ ફોટો

 

Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

વાયરલ થઈ રહેલા ફોટામાં તમે જોઈ શકો છો કે એક કંપની પોતાના કર્મચારીઓ માટે ‘નવો ઓફિસ નિયમ’ લાવી છે. જે મુજબ જો કોઈ કર્મચારી ઓફિસમાં જેટલી મિનિટો મોડો આવે છે તો તેણે ઓફિસ પૂરી થયા બાદ તે મુજબ 10 મિનિટ વધારાનું કામ કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી 10.01.01 ના રોજ ઓફિસ આવે છે, તો તેણે નવા નિયમ હેઠળ સાંજે 06.20 સુધી કામ કરવું પડશે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

 

 

 

આ ફોટો જોયા બાદ લોકોએ પોત-પોતાની રીતે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે આ તસવીર પર કોમેન્ટ કરીને લખ્યું, ‘કોઈ પણ કર્મચારી માટે આવી જગ્યાએ કરવું ખૂબ જ મુશ્કેલ છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘જે લોકો પ્રોફેશનલી મોડા આવે છે તેમના માટે થોડી કડકતા જરૂરી છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘ આ રીતે કર્મચારીઓને લેવાનું ખોટું છે. આમ આ ફોટોમાં બતાવેલા કંપનીના નિયમ માટે લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી.

Next Article