Viral Photo : આને કહેવાય ક્રિએટિવિટી ! પાણીવાળા નળમાં સળગાવ્યો બલ્બ, યુઝર્સ રહી ગયા દંગ

અદ્ભુત ક્રિએટિવિટી વાળો આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો ક્યાનો છે અને ક્યા સમયનો છે તે જાણવા નથી મળ્યું, પણ આ ફોટો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે. 

Viral Photo : આને કહેવાય ક્રિએટિવિટી ! પાણીવાળા નળમાં સળગાવ્યો બલ્બ, યુઝર્સ રહી ગયા દંગ
Amazing creativity
| Edited By: | Updated on: Feb 19, 2023 | 10:48 AM

ભારત 140 કરોડથી વધારેની વસ્તી ધરાવતો દેશ છે. આ વસ્તીમાં એકથી એક ટેલેન્ટ ધરાવતા અને ક્રિએટિવિટી ધરાવતા લોકો રહે છે. ટેલેન્ટેડ લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં એક ગજબની ક્રિએટિવિટી ધરાવતા એક વ્યક્તિની ક્રિએટિવિટી સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો ફોટો જોઈ તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

સોશિયલ મીડિયા પર દેશી જુગાડના અનેક ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. કોઈ પેટ્રોલથી નહીં પણ પાણીથી બાઈક ચલાવે છે. કોઈ પોતાના ટેલેન્ટથી ઓછા ખર્ચામાં હેલિકોપ્ટર બનાવી લે છે. એકથી એક ક્રિએટિવિટીના વીડયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ ફોટો પણ દેશી જુગાડની લિસ્ટમાં સામેલ થાય તેવો છે.

વાયરલ થઈ રહેલા ફોટોમાં દીવાલ પર વીજળીના હોલ્ડરના સ્થાને પાણીના નળ જોવા મળી રહ્યાં છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ અનોખા હોલ્ડરમાં વીજળીના બ્લબ પણ સળગતા જોવા મળી રહ્યા છે. અદ્ભુત ક્રિએટિવિટી વાળો આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો ક્યાનો છે અને ક્યા સમયનો છે તે જાણવા નથી મળ્યું, પણ આ ફોટો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ ફોટો

 

આ પણ વાંચો : Viral Video : ફિઝિકલ ટેસ્ટમાં વજન વધારવા માટે કર્યો અનોખો જુગાડ, 1 મિનિટમાં વધી ગયું 5 કિલો વજન

આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HasnaZarooriHai નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ ફોટોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કોઈ અનુમાન લગાવી શકે છે કે આ કોનું ઘર છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, વાહ…પાણી સાથે વીજળી પણ ફ્રી. બીજી એક યુઝરે લખ્યું છે કે, આ કામ કોઈ નકલી ડિગ્રીવાળા એન્જિયરે કર્યું છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ કોઈ ભાઈઓનું કામ છે, એક ઈલેકટ્રીશિન હશે અને બીજો પ્લમ્બર હશે.