
બિહારના એક ભારતીય સરકારી સેવાના અધિકારી (IAS) હાલમાં ભારે ચર્ચામાં છે. IAS બનનાર વ્યક્તિ માટે સમાજમાં ખુબ માન હોય છે. તેમની સમજશક્તિ, જ્ઞાન અને પરિવક્વતાને કારણે તેમને IAS અધિકારીની નોકરી મળતી હોય છે. IAS એટલે ભારતીય વહીવટી સેવા. સોશિયલ મીડિયા પર તમે અનેક IAS અધિકારીઓના વાયરલ વીડિયો કે સમાચાર જોયા હશે. હાલમાં બિહારના રાહુલ કુમાર નામના IAS અધિકારીની નેમ પ્લેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તમે ઓફિસમાં કે સોસાયટીમાં એવા અનેક લોકો જોયા હશે કે જે દરેક કામ કરવામાં સક્ષમ હોય છે અને ફટાફટ લોકોના કામ કરી આપતા હોય છે. જેને કારણે આવા લોકો લોકપ્રિય હોવાની સાથે સાથે લોકોની પહેલી પસંદ પણ બનતા હોય છે. બિહારના અધિકારી રાહુલ કુમારની વાત જાણીને તમે કહેશો કે, એક અધિકારી અને કામ અનેક.
In one of the districts they tried to put all the charges I am holding, but still missed one!! 😃
I am working as Mission Director @LSBA_Bihar (SBM-G) as well. pic.twitter.com/Ewhlq9tqNw
— Rahul Kumar (@rahulias6) February 13, 2023
આ પણ વાંચો : Viral Video : હવામાં પાતળી દોરી પર દાદીઓએ દોડાવી સાયકલ, યુઝર્સે કહ્યું- ખતરો કી ખેલાડી છે દાદી!
આઈએએસ રાહુલ કુમારે પોતાના ટ્વિટરના એકાઉન્ટ પર પોતાની નેમ પ્લેટનો ફોટો પોસ્ટ કર્યો છે. આ નેમ પ્લેટમાં પર એટલા બધા વિભાગોના નામ છે કે જેને જોઈ તમે કહેશો કે એક માણસ કેટલા કામ કરશે. જો આ અધિકારીને હજુ એક-બે વિભાગ આપવામાં આવશે તો કદાચ આ નેમ પ્લેટમાંથી તેનું નામ જ નાનું કરવું પડે અથવા હટાવવું પડે.
વાયરલ થઈ રહેલા ફોટોમાં નેમપ્લેટમાં લખ્યું છે કે, શ્રી રાહુલ કુમાર ભારતીય વહીવટી સેવા, મુખ્ય કાર્યકારી અધિકારી, બિહાર ગ્રામીણ આજીવિકા પ્રમોશન સોસાયટી- સહ-રાજ્ય મિશન નિયામક, રાજ્ય ગ્રામીણ આજીવિકા- સહ-આયુક્ત-સ્વ-રોજગાર / કમિશનર, મનરેગા / મિશન નિયામક. નેમ પ્લેટ પર અન્ય પોસ્ટના નામ લખવામાં આવ્યા છે, જેમાં જલ-જીવન-હરિયાલી, ગ્રામીણ વિકાસ વિભાગ, બિહાર સરકાર.
આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. આ ફોટોને હજારો લોકોએ જોયો છે અને રિ-ટ્વિટ પણ કરી છે.
Published On - 12:34 pm, Thu, 16 February 23