ચાલુ સ્કૂટીએ લેપટોપ ખોલી ઓફિસનું કામ કરતો દેખાયો એક વ્યક્તિ, Viral Photo ફોટો જોઈ બોસ પર ભડક્યા લોકો

|

Jul 13, 2022 | 10:19 PM

આ ફોટોને હર્ષમીત સિંહ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર એક પોસ્ટમાં શેયર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે તે યુવક રસ્તા પર ચાલુ સ્કૂટીએ કામ કરતો જોવા મળે છે.

ચાલુ સ્કૂટીએ લેપટોપ ખોલી ઓફિસનું કામ કરતો દેખાયો એક વ્યક્તિ, Viral Photo ફોટો જોઈ બોસ પર ભડક્યા લોકો
Man working on laptop while riding bike
Image Credit source: linkdin

Follow us on

સોશિયલ મીડિયા એ વાયરલ વસ્તુઓનો ખજાનો છે. અહીં એકથી વધુ ચઢીયાતા વીડિયો અને ફોટોઝ વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે, જે લોકોને હસાવે છે તો કેટલીક ઈમોશનલ પોસ્ટ પણ છે અને કેટલીક એવી પોસ્ટ પણ છે જે લોકોને વિચારવા મજબૂર કરે છે. આવા જ એક વાયરલ ફોટોએ (Viral Ph0to) આજકાલ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે, જેને જોઈને લોકો થોડા ગુસ્સામાં પણ છે અને આ ફોટો સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

જો તમે ઓફિસમાં કામ કરો છો તો તમને વધુ સારી રીતે ખબર પડશે કે કામનું ટેન્શન કેટલું છે, પરિસ્થિતી કેટલીકવાર એવી સર્જાય છે કે ઓફિસમાં (Office Work) વધુ સમય બેસીને કે ઘરેથી પણ કામ કરવુ પડે છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક લેપટોપ ચાલુ રાખીને ચાલતી સ્કૂટી પર કામ કરતો જોવા મળી રહી છે.

આ ફોટોને હર્ષમીત સિંહ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર એક પોસ્ટમાં શેયર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે તે યુવક રસ્તા પર ચાલુ સ્કૂટીએ કામ કરતો જોવા મળે છે. જો કે તસવીર જોઈને ખબર નથી પડતી કે તે યુવક ઓફિસનું કામ કરી રહ્યો છે, પરંતુ હર્ષમીત સિંહે જે પોસ્ટ મૂકી છે તેના કેપ્શનમાં તેણે કહ્યું છે કે તે કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો

હર્ષમીત સિંહના કેપ્શનમાં જણાવ્યા અનુસાર, બેંગ્લોરમાં રાત્રે 11 વાગ્યાનો આ નજારો છે. શહેરના સૌથી વધુ ભીડભાડવાળા ફ્લાયઓવર પર આ યુવક સ્કૂટીની પર બેઠો છે અને તેનું લેપટોપ ખોલીને કામ કરી રહ્યો છે. તેમણે લખ્યું છે કે કામની સમયમર્યાદાના પગલે લોકો શું કરી રહ્યા છે તે દરેકે વિચારવાની વાત છે. તે સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા છે.

જો આવી સ્થિતિમાં અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે? લોકો આ પોસ્ટ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક કહે છે કે ‘ભારતીય બોસ સૌથી ખરાબ હોય છે’ તો કેટલાક કહે છે કે ‘કામ ગમે તેટલું મહત્વનું હોય, રસ્તામાં લેપટોપ ખોલવું એ મૂર્ખતા છે’. LinkedIn પર મોટાભાગે નોકરીયાત વર્ગ વધારે એક્ટિવ હોય છે. તે આ પોસ્ટ સાથે ઘણુ કનેક્ટ થઈ રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Next Article