Rhythm Chanana : ‘નાના કપડાં’ના ડિઝાઇનર કોણ છે ? ‘દિલ્હી મેટ્રો ગર્લ’એ રહસ્યનો ખુલાસો કર્યો

Viral Metro Girl : દિલ્હી મેટ્રોમાં ટૂંકા કપડામાં મુસાફરી કરીને રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી રિધમ ચન્નાએ હવે ખુલાસો કર્યો છે કે, તેના આઉટફિટની ડિઝાઇનર કોણ છે. થોડાં દિવસોમાં તેના 24 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.

Rhythm Chanana : નાના કપડાંના ડિઝાઇનર કોણ છે ? દિલ્હી મેટ્રો ગર્લએ રહસ્યનો ખુલાસો કર્યો
| Edited By: | Updated on: Apr 07, 2023 | 7:31 AM

Delhi Metro Girl : સોશિયલ મીડિયા પર અત્યારે જો કોઈ વ્યક્તિની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તો તે છે ‘દિલ્હી મેટ્રો ગર્લ’ રિધમ ચન્ના. જ્યારથી દિલ્હી મેટ્રોમાં નાના કપડામાં સફર કરતી આ યુવતીનો વીડિયો વાયરલ થયો છે ત્યારથી સોશિયલ મીડિયા યુઝર્સ એ પ્રશ્ન કરી રહ્યા છે કે તેના શોલ્ડર આઉટફિટના ડિઝાઇનર કોણ છે ? આ દરમિયાન, ‘વાઇરલ ગર્લ’ પોતે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર આ રહસ્યનો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો : મારે જે પહેરવું હોય એ, મારી મરજી… વાયરલ ‘Delhi Metro Girl’ સામે આવી, કહ્યું- કોણ છે આ ઉર્ફી?

તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર ઝડપથી વધી રહેલા ફોલોઅર્સના સવાલોના જવાબ આપતા રિધમે ખુલાસો કર્યો છે કે, તે ગમે તે આઉટફિટ પહેરે છે, તે ડિઝાઈનર બીજું કોઈ નહીં પણ તે પોતે જ છે. તેણે તેની એક ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, ‘તે બધા માટે જેઓ પૂછે છે કે હું મારા પોશાક ક્યાંથી ખરીદું છું. તો હું તેમને કહી દઉં કે હું મારા આઉટફિટનો દરેક ઇંચ જાતે ડિઝાઇન કરું છું. રિધમે આગળ લખ્યું છે કે, રસપ્રદ વાત એ છે કે તેને ડિઝાઇન કરવા માટે મશીનની જરૂર નથી.

મેટ્રો યુવતીએ જણાવ્યું કે તેના કપડાના ડિઝાઇનર કોણ છે

વીડિયો વાયરલ થયા બાદ રિધમ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. થોડા દિવસોમાં તેને ઈન્સ્ટાગ્રામ પર 24 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. તેમાંથી ઘણા તેના આત્મવિશ્વાસના વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક એવા છે જેમને તેની ઓફબીટ ફેશન બિલકુલ પસંદ નથી.

જે લોકો રિધમ વિશે નથી જાણતા, તેમને જણાવી દઈએ કે પંજાબની આ 19 વર્ષની છોકરી એક મોડલ છે અને અભિનેત્રી બનવાની ઈચ્છા ધરાવે છે. રિધમના કહેવા પ્રમાણે, તે ઘણી વખત દિલ્હી મેટ્રોથી પોતાના દ્વારા ડિઝાઈન કરેલા ટૂંકા કપડામાં મુસાફરી કરે છે. જો કે, એક વીડિયોએ તેને રાતોરાત ચર્ચામાં લાવી દીધી છે.