સ્કેટિંગ (Skating) એ ખૂબ જ મુશ્કેલ રમત છે. લોકો સખત મહેનત અને પ્રેક્ટિસ પછી જ સ્કેટ બોર્ડ ચલાવવાનું શીખે છે. ઘણી વખત લોકો ટોણા પણ મારતા હોય છે કે સ્કેટિંગ એ બાળકોની રમત નથી, પરંતુ હવે એક નાના બાળકે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ચર્ચામાં છે જેમાં બાળક સીડી પર અદભૂત સ્કેટિંગ કરતો જોવા મળે છે (Kid skateboarding on stairs video).
આ વિડિયો એ વાતનો પુરાવો છે કે, જો કોઈ વ્યક્તિમાં જોશ અને કંઈક કરવાની ઈચ્છા હોય, તો વ્યક્તિ ઉંમરમાં નાનો હોય કે મોટો, તે કંઈપણ હાંસલ કરી શકે છે. (Small kid amazing skateboarding).
He did it all the way.. 💪 pic.twitter.com/f8FpPorK5h
— Buitengebieden (@buitengebieden_) April 15, 2022
વીડિયોમાં એક નાનું બાળક શાનદાર રીતે સ્કેટબોર્ડ રમતું જોવા મળે છે. કદાચ તેના પિતા તેને તેના સ્કેટિંગમાં મદદ કરી રહ્યા છે, પરંતુ બાળકનું પોતાનું કૌશલ્ય એટલું અદ્ભુત છે કે તેને તેના પિતાની મદદની વધુ જરૂર નથી લાગતી. બાળકે સલામતી માટે તમામ સાધનો પહેર્યા છે. તેણે તેના માથા પર હેલ્મેટ પણ પહેર્યું છે અને તે સીડી પરથી ધીમે-ધીમે નીચે ઉતરતો જોવા મળે છે. તે ધીમે-ધીમે સ્કેટ બોર્ડને સીડીથી નીચે ઉતારે છે અને એક પછી એક તમામ સીડીઓ પાર કરીને સપાટ જમીન પર પહોંચે છે.
આ વીડિયો વાયરલ થયો છે. તેને 16 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે અને 1 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે જ્યારે 20 હજારથી વધુ રીટ્વીટ કરવામાં આવ્યા છે. વીડિયો પર ઘણા લોકોએ સ્કેટબોર્ડિંગના ઘણા ફની વીડિયો શેયર કર્યા છે. તેના સિવાય પણ લોકો આ બાળકના ખૂબ વખાણ કરી રહ્યા છે. એકે કહ્યું કે, આ બાળક ભવિષ્યમાં મોટો ખેલાડી બનશે. જ્યારે ઘણા લોકો વીડિયોના છેલ્લા ભાગને પસંદ કરી રહ્યા છે, જેમાં બાળક સ્કેટ બોર્ડ પરથી કૂદતો જોવા મળી રહ્યો છે. આ સિવાય લોકો બાળકના પિતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે પિતા હંમેશા આવા જ હોય છે. તેમને નિર્ભય બનાવે છે, પરંતુ જ્યારે બાળક પડે ત્યારે તેને પકડવા માટે હંમેશા પાછળ તૈયાર હોય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Wedding Bells : કરિશ્મા કપૂરના માથા પર પડી આલિયા ભટ્ટની કલિરા, અભિનેત્રી આનંદથી ઉછળી, ચાહકોએ કરી કમેન્ટ્સ