Viral Funny video: દુકાનમાં વાગ્યું એવું ગીત કે વાળ કપાવતા કપાવતા હીબકે ચઢયો આ યુવક, જુઓ Viral Video

લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે, 'રૂલા દિયા બેચારે કો', જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે 'આવો સમય દરેકના જીવનમાં આવે છે'. તે જ રીતે, અન્ય એક યુઝરે લખ્યું છે કે છોકરાએ તેને દિલ પર લઈ લીધું છે, જ્યારે એક યુઝરે ફની રીતે લખ્યું છે કે, 'સલૂન વાલોં કીડે પડેંગે તુમ કો'.

Viral Funny video: દુકાનમાં વાગ્યું એવું ગીત કે વાળ કપાવતા કપાવતા હીબકે ચઢયો આ યુવક, જુઓ Viral Video
| Edited By: | Updated on: Feb 16, 2023 | 1:00 PM

સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય તેની ખબર પડતી નથી.  આજકાલ એક એવો વીડિયો વાયરલ થયો છે  જેમાં એક યુવક દુકાનમાં બેસીને વાળ કપાવી રહ્યો છે અને  એક ગીત વાગતા ખબર નહીં કેમ અચાનક જ રડવા લાગે છે  અને તે પણ ધ્રૂસકે ને ધ્રૂસકે, આ યુવકને  રડતો જોઈને કેટલાક લોકો હસી રહ્યા છે અને વાળ કાપનાર ભાઈ તો  થોડી વાર માટે નવાઈ પામી જાય છે પછી ત્યાંથી દૂર જતા રહે છે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને ફની રીતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘સલૂન લોકોને આવા દર્દનાક ગીતો ન વગાડવાની વિનંતી છે’. માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 47 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

પ્રેમ એ ખૂબ જ સુંદર અનુભવ છે તેને  દરેક વ્યક્તિ  અલગ અલગ રીતે અનુભવે છે.  જ્યારે વ્યક્તિ પોતાના પ્રિયપાત્રને યાદ કરે ત્યારે  તેની આંખમાં ક્યાં તો સુખમાં અથવા તો  દુખના આસું આવી જતા હોય છે તેમાં પણ જો કોઈ દિલ તૂટેલો આશિક હોય તો તેની દશા આ વીડિયોમાં  જે યુવક છે તેના જેવી જ  થતી હોય છેે અને તે પોતાની લાગણી ઉપર કાબૂ રાખી શકતો નથી.   સોશિયલ મીડિયા હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો સલૂનમાં વાળ કપાવતી વખતે અચાનક રડવા લાગે છે. આ વિડીયોમાં એક તરફ યુવકની દયા આવે છે તો બીજી  તરફ રમૂજ ઉભી  થાય ચે.

આ  વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HasnaZarooriHai નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં ફની રીતે લખવામાં આવ્યું છે કે, ‘સલૂન માલિકો આવા દર્દનાક ગીતો ન વગાડવાની વિનંતી છે’. માત્ર 30 સેકન્ડના આ વીડિયોને 1 લાખ 47 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

 

તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘રૂલા દિયા બેચારે કો’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે ‘આવો સમય દરેકના જીવનમાં આવે છે’. તે જ રીતે, અન્ય એક યુઝરે લખ્યું છે કે છોકરાએ તેને દિલ પર લઈ લીધું છે, જ્યારે એક યુઝરે ફની રીતે લખ્યું છે કે, ‘સલૂન વાલોં કીડે પડેંગે તુમ કો’.