ભારતીય લગ્નો હોય કે કોઈ પણ શુભ પ્રસંગ ડાન્સ વગર આવા પ્રસંગ અધૂરા જ રહે છે. સોશિયલ મીડિયા પર તમે અનેક પ્રકારના ડાન્સ વીડિયો જોયા જ હશે. ગામમાં થતા લગ્નોમાં તમને અલગ અલગ પ્રકારના ડાન્સ જોવા મળશે. હાલમાં મરઘા ડાન્સ અને નાગિન ડાન્સ બાદ ખટિયા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખટિયા ડાન્સ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ખાટલા પર બેઠો છે અને તેના સાથી કલાકારો તેની ચારેય તરફ તેને ઘેરીને ડાન્સ કરી રહ્યાં છે. ખાટલા પર બેઠેલો વ્યક્તિ સંગીત વાંચતા જ ખાટલા પર ખાસ અંદાજમાં ડાન્સ કરતો જોવા મળે છે.
ખાટલા પર બેઠેલો વ્યક્તિ ખાટલાને લઈને આગળ-પાછળ થઈ રહ્યો છે, તેની આસપાસના કલાકારો પણ તેની સાથે કદમથી કદમ મેળવતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વિચિત્ર પ્રકારનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સને ખુબ જ મનોરંજન આપી રહ્યો છે.
આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર classypeepsofpakistan નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, છોકરાઓ મારા લગ્નમાં આવી જ રીતે ડાન્સ કરવાનું છે જેથી બધા મહેમાન ઈમ્પ્રેસ થઈ જાય. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને યુઝર્સ શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.
એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ભારતીય ભવિષ્યમાં આવા અનેક અનોખા ડાન્સ શોધી કાઢશે. બીજા એક યુઝરે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, વાહ ભાઈ વાહ… ભારતીયોમાં ટેલેન્ટ ખુબ વધારે છે. અન્ય એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વીડિયો જોઈને હું 5 મિનિટ સુધી હસ્યો હતો. હવે ભારતીય લગ્નોમાં ખટિયા ડાન્સ, નાગિન ડાન્સ અને મરઘા ડાન્સ પણ થશે.