Video : આ દોસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! બાળકોને વ્હાલ કરતા ચિમ્પાન્ઝીને જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચિમ્પાન્ઝી જે રીતે બાળકોને વ્હાલ કરતા જોવા મળે છે, તે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યુ છે.

Video : આ દોસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! બાળકોને વ્હાલ કરતા ચિમ્પાન્ઝીને જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
Chimpanzee video goes viral
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:34 PM

Viral Video: સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર દોસ્તી સંબંધિત વીડિયો જોવા મળે છે. ઈન્ટરનેટ પર આવો જ એક ચિમ્પાન્ઝી અને બાળકોની દોસ્તીનો (Freindship) વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચિમ્પાન્ઝી (Chimpanzee)જે રીતે બાળકોને વ્હાલ કરી રહ્યા છે, તે જોઈને તમારો પણ દિવસ બની જશો. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સના(Users) દિલ જીતી રહ્યો છે.

 

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો બગીચામાં બેઠા છે. આ સિવાય તેમની વચ્ચે એક નાનો ચિમ્પાન્ઝી પણ છે. આ દરમિયાન ચિમ્પાન્ઝી એક પછી એક બાળકોને ગળે લગાવતા જોવા મળે છે. વીડિયોમાં ચિમ્પાન્ઝી જે રીતે બાળકોને વ્હાલ કરી રહ્યા છે, તે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ચિમ્પાન્ઝી સાથે બાળકો પણ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ ક્યુટ દોસ્તી યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે.

 

જુઓ વીડિયો

 

ચિમ્પાન્ઝીનો અનોખો અંદાજ

ચિમ્પાન્ઝીનો આ ખૂબ જ ક્યૂટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર wildsofplanet નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે ‘યે કિતના પ્યારે હૈ ના’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકો લાઈક કર્યો છે.

 

જોકે ચિમ્પાન્ઝીના આ ક્યૂટ વીડિયોને લઈને યુઝર્સનો અભિપ્રાય અલગ-અલગ છે. એક યુઝરે કોમેન્ટ (Comment) કરતાં લખ્યું ‘ચિમ્પાન્ઝીને આ રીતે બાળકો સાથે રાખવું યોગ્ય નથી. તેના નખ તેમને નુકસાન પહોંચાડી શકે છે.’જ્યારે કેટલાક યુઝર્સ આ દોસ્તીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : ભારે કરી ! યુવાને આ જગ્યા પર પડાવ્યો ફોટો, કેમેરાનો એંગલ બદલાતા લોકોના હોંશ ઉડી ગયા

આ પણ વાંચો: લો બોલો ! સ્કૂટી માટે સાઈડ ન આપતા આ મહિલાએ કેબ ડ્રાઈવરને ઝુડી નાખ્યો, Video જોઈ લોકોએ કહ્યુ- સરેઆમ ગુંડાગર્દી

 

આ પણ વાંચો: બ્રિટિશ કોલંબિયા, કેનેડામાં પૂરથી તબાહી, ભૂસ્ખલનને કારણે કનેક્ટિવિટી ખોરવાઈ, ‘સ્ટેટ ઑફ ઈમરજન્સી’ જાહેર

Follow Us
Loading...
Unable to load recommendations.