Vijay Mallya Troll: વિજય માલ્યા ટ્વીટના કારણે સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ, લોકોએ કહ્યું ‘ઘર આજા પરદેશી સ્ટેટ બેન્ક બુલાયે રે’

|

Oct 04, 2022 | 9:10 PM

વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો છે. સરકાર માલ્યાને પરત લાવવાની કોશિશ કરી રહી છે. વિજય માલ્યા (Vijay Mallya) તેના ટ્વિટને કારણે ચર્ચામાં રહે છે. વિજય માલ્યા અવારવનવાર પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરતો હોય છે અને પોતાના ટ્વિટને કારણે તે હંમેશા ટ્રોલ થાય છે.

Vijay Mallya Troll: વિજય માલ્યા ટ્વીટના કારણે સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ, લોકોએ કહ્યું ઘર આજા પરદેશી સ્ટેટ બેન્ક બુલાયે રે
Vijay Mallya Troll

Follow us on

નવરાત્રીના (Navratri) તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો પોતપોતાની રીતે એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન બિઝનેસમેન વિજય માલ્યાએ (Vijay Mallya) મહા નવમીની શુભકામનાઓ પર એક ટ્વિટ (Tweet) કર્યું હતું. તેમના આ ટ્વીટ પર યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. ખરેખર વિજય માલ્યા હજારો કરોડની છેતરપિંડીના કેસમાં ભારતમાં વોન્ટેડ છે. સરકાર માલ્યાને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી પરિસ્થિતિમાં જ્યારે માલ્યાએ ટ્વીટ કર્યું ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સે તેને પૈસા પરત કરવાની માંગ શરૂ કરી દીધી.

અહીં જુઓ વિજય માલ્યાનું ટ્વિટ

‘ઘર આ જા પરદેશી, તેરા દેશ બુલાયે રે’

તમને જણાવી દઈએ કે વિજય માલ્યાએ નવરાત્રિના અવસર પર એક ટ્વિટ કર્યું હતું. થોડી જ વારમાં તેનું ટ્વીટ વાયરલ થઈ ગયું. કોઈએ તેને દેશમાં પાછા ફરવાનું કહ્યું તો કોઈએ બેંકોમાંથી લૂંટેલા પૈસા પરત કરવાની વાત કરી. એક યુઝરે લખ્યું- તમે પૈસા ક્યારે પરત કરશો? અન્ય એક યુઝર્સે કહ્યું- ‘અરે, પૈસા પાછા આપો, ભારતમાં બધા તહેવારો ખુશ થશે. અન્ય એક યુઝરે લખ્યું- ‘ઘર આ જા પરદેશી, તેરા દેશ બુલાયે રે.’ જ્યારે અન્ય એક યુઝરે કહ્યું ઘર આ જા પરદેશી, સ્ટેટ બેન્ક બુલાયે રે….’ ‘જ્યારે અન્ય એક યુઝરે લખ્યું ઓર બતાઓ ઈન્ડિયા કબ આ રહે હે ગુમને..!’

 

Next Article