AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનીઓ એટલા પરેશાન છે કે ભારતને કરવા માગે છે નફરત, પણ શબ્દે શબ્દે નિકળે છે વખાણ

પાકિસ્તાનીઓ એટલા પરેશાન છે કે ભારતને કરવા માગે છે નફરત, પણ શબ્દે શબ્દે નિકળે છે વખાણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 3:53 PM
Share

ભારતે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, અને પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન સતત પછાત થવા તરફ આગળ વધતું જાય છે. આવી સ્થિતીમાં પાકિસ્તાનના નાગરિકોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

દેશ આઝાદ થયો ત્યારથી ભારત પાકિસ્તાન (Pakistan) વચ્ચે એક દરાર આવી ગઇ છે, અવાર નવાર બંન્ને દેશના લોકો એક બીજા વિશે વાંકુ બોલતા હોય છે.સરહદ પર બનતી ઘટનાઓને કારણે બંન્ને દેશમાં રોષ અને દુશ્મની વધી છે. આપણે વાત કરીએ આર્થિક સધ્ધરતા(Economic viability)ની તો છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, અને પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન સતત પછાત થવા તરફ આગળ વધતું જાય છે. આવી સ્થિતીમાં પાકિસ્તાનના નાગરિકોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં તેઓ કહેતા જણાઇ રહ્યા છે કે ભારત સતત સધ્ધરતા તરફ આગળ વધી રહ્યો છે, દુનિયાભરના દેશો ભારતમાં રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. ભારતના નાગરીકો વિદેશી કંપનીમાં ટોચના સ્થાન સુધી પહોંચી રહ્યા છે. આઇફોન વાપરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન કેટલુ પછાત છે, આર્થિક સ્થિતી ખરાબ હોવા છતા દુનિયાના બીજા દેશો તેના તરફ નજર પણ કરતા નથી. પાકિસ્તાનનો આવો વીડિયો ત્યાંની પ્રાથમિકતા દર્શાવે છે કે હજુ પાકિસ્તાન કેટલુ પછાત છે અને ભારત કેટલુ આગળ નિકળી ગયું છે.

Published on: Oct 04, 2022 02:59 PM
g clip-path="url(#clip0_868_265)">