ઘણીવાર લોકોને લાગે છે કે પ્રાણીઓ માણસો જેટલા બુદ્ધિશાળી (Animal Shocking Video) નથી કારણ કે તેઓ મુશ્કેલ સમયમાં તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આપણા જેવો મગજ ચલાવી શકતા નથી. જો તમને પણ આવું લાગતું હોય તો આ વીડિયો જોયા પછી તમે ચોક્કસપણે તમારી જાતને ખોટા માનશો. જો કે સોશિયલ મીડિયા (Social Media) પર આવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જે જોનારને આશ્ચર્યમાં મૂકી દે છે, પરંતુ આ હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને જોઈને, તમે બકરી અને ગધેડાની સમજણની પ્રશંસા કરશો.
તમે સાંભળ્યું જ હશે કે જ્યારે ધ્યેય અઘરો હોય છે, ત્યારે તેના સુધી પહોંચવા માટે એક ટીમની જરૂર હોય છે. આ માત્ર માણસોને જ નહીં પણ પ્રાણીઓને પણ લાગુ પડે છે. તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. એ જોયા પછી સમજાઈ જશે કે ખરા અર્થમાં ટીમવર્ક એટલે શું? વીડિયોમાં લોકો બકરી અને ગધેડાનું ટીમવર્ક ખુબ પસંદ આવી રહ્યું છે.
Teamwork.. pic.twitter.com/x2vSmv0Wp3
— o̴g̴ (@Yoda4ever) February 3, 2022
આ વીડિયોમાં એક બકરી ગધેડાની પીઠ પર ઉભેલી જોઈ શકાય છે. તે ગધેડાની માથે ઉભી રહીને તેનો ખોરાક લે છે. મતલબ કે તે ઝાડના પાંદડા ચાવવાનું શરૂ કરે છે. કહેવાનો મતલબ એ છે કે બકરીએ ગધેડાનો સહારો લઈને પોતાના ખોરાક સુધી પહોંચી. પ્રાણીઓની સમજ અને તેમના જુગાડ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
If animals were cooperative like that, evolution wouldn’t exist.
— Asher Shirazi (@AsherShirazi) February 4, 2022
આ વીડિયો ટ્વીટર પર @Yoda4ever પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો, જેની સાથે તેણે કેપ્શન લખ્યું હતું, ‘ટીમવર્ક’ સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને 71 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Need a little help from a friend
— Colleen (Coco) (@COkrainec) February 4, 2022
True friendship
— Rakesh kumar (@Rakeshk62280431) February 4, 2022
એક યુઝરે તેને કુદરતી શિષ્ટાચાર ગણાવ્યો છે. ત્યારે એક યુઝરે કહ્યું ‘આ સાચી મિત્રતા છે.’ જ્યારે કોઈએ લખ્યું કે મિત્ર માટે ફક્ત મિત્ર જ ઉપયોગી છે તો કેટલાક આ નજારો જોઈને હસી પડ્યા. આ સાથે લોકો એવું પણ માને છે કે આ વીડિયો મનુષ્યને એ પણ શીખવી રહ્યો છે કે એકતા અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી મુશ્કેલ કામ પણ શક્ય છે.
આ પણ વાંચો: ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો