કહેવાય છે કે સાવધાની હટી દુર્ધટના ઘટી. અમને આ કહેવત વાસ્તવિક જીવનમાં તેમજ સોશિયલ મીડિયા પરના અસંખ્ય વીડિયોમાં સાચી લાગી છે. દરેક વ્યક્તિ જાણે છે કે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે કોઈપણ સમયે ખતરનાક સાબિત થઈ શકે છે, આ વાત બધા જાણે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં બહુ ઓછા લોકો આ કહેવત પણ વિશ્વાસ કરે છે. વાયરલ વીડિયોમાં ટ્રેન અકસ્માત સમયે એક મહિલા તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે, જેના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
આ પણ વાચો: Viral Video: ખેડૂતે જુગાડ ટેક્નોલોજીથી ટ્રોલીમાં ભુંસૂ ભર્યું, આ ટેકનિક જોઈને એન્જિનિયરો ચોંકી જશે
ટ્રેન દુર્ઘટનાનો આ જૂનો વીડિયો ટ્વિટર પેજ CCTV Idiots (@cctvidiots) પર પોસ્ટ કર્યા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે એક મહિલા ટ્રેન ડ્રાઈવરને જોઈ શકો છો જે ટ્રેન ચલાવતી વખતે પોતાના સ્માર્ટફોનનો પણ ઉપયોગ કરી રહી છે.
તે તેના મોબાઈલ ફોનમાં એટલી મશગૂલ છે કે તે એ વાતની નોંધ લેતી નથી કે તે જ ટ્રેક પર જઈ રહી છે તેની સામે બીજી ટ્રેન છે. જ્યાં સુધી તેણીનું ધ્યાન ફોન પરથી તે જ ટ્રેક પર તેની સામેની બીજી ટ્રેન તરફ જાય છે, ત્યાં સુધી તે સંપૂર્ણપણે મૂંઝવણમાં આવી જાય છે. આ પછી, તે ટ્રેનને રોકવા માટે બ્રેક લગાવવાનું શરૂ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ટ્રેન સામેની ટ્રેન સાથે અથડાઈ જાય છે.
driving a train while on a smartphone pic.twitter.com/CZA23skxdv
— CCTV IDIOTS (@cctvidiots) April 20, 2023
આ ટ્રેન દુર્ઘટના એટલો મોટો નહોતો અને વીડિયો જોઈને લાગે છે કે મહિલા ડ્રાઈવર અકસ્માતમાં બચી ગઈ છે. આગળના ફૂટેજમાં ટ્રેનની અંદર એકલો પેસેન્જર બેઠેલો જોઈ શકાય છે, જે ટ્રેન અથડાતા જ પડી જાય છે. વીડિયોમાં આ ઘાયલ મુસાફર ટ્રેનના ડબ્બાના ફ્લોર પર પડેલો જોઈ શકાય છે. જો કે વીડિયો જોતા એવુ લાગે છે કે, ટ્રેનના ડ્રાઈવર અને મુસાફરને વધારે વાગ્યું હોય તેવુ લાગી રહ્યું નથી.
CCTV Idiots નામના પેજ દ્વારા આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે CCTV કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો મોબાઈલ ચલાવતી વખતે કામ પર ધ્યાન કેન્દ્રીત ન કરતા હોય તેવા લોકો માટે છે. આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયો છે. બે ટ્રેનની પરસ્પર અથડામણની આ ઘટના ઓક્ટોબર 2019માં રશિયામાં બની હતી.
Published On - 4:41 pm, Sat, 22 April 23