Viral Video: પ્રખ્યાત કોમેડિયન લોરેલ અને હાર્ડીએ નાટુ-નાટુ ગીત પર લગાવ્યા ઠુમકા, Video જોઈ આનંદ મહિન્દ્રાએ કહી આ વાત

Video: ફિલ્મ RRRના ગીત નાટુ-નાટુને ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડથી નવાઝવામાં આવ્યુ છે. શું દેશી કે શું વિદેશી, જેને જુઓ તે દરેક વ્યક્તિ આ ગીત માટે ક્રેઝી થઈ રહ્યા છે. આ ગીત પર આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે.

Viral Video: પ્રખ્યાત કોમેડિયન લોરેલ અને હાર્ડીએ નાટુ-નાટુ ગીત પર લગાવ્યા ઠુમકા, Video જોઈ આનંદ મહિન્દ્રાએ કહી આ વાત
નાટુ નાટુ પર થિરક્યા લોરેલ અને હાર્ડી
| Edited By: | Updated on: Jan 13, 2023 | 9:34 PM

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાની ઈન્ટરનેટ પર પોતાની એક અલગ જ ઓળખ છે. તેઓ રોજ તેમના ફોલોઅર્સ માટે કંઈક ને કંઈક નવુ કરતા રહે છે અને તેમનુ ટ્વીટ અન્ય બિઝનેસમેનની સરખામણીએ વધુ ઝડપથી વાયરલ થઈ જાય છે. તેનુ કારણ એ પણ છે કે તેમના ટ્વીટ ઘણા કન્સ્ટ્રક્ટીવ હોય છે. તેમના ટ્વીટ ઘણીવાર આપણને હસાવે છે તો ક્યારેક પ્રેરણા પણ પુરી પાડે છે. હાલમાં જ તેમનુ એક ટ્વીટ ઘણુ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.

જેવી રીતે આપણે સહુ જાણીએ છીએ કે SS Rajamouli ની ફિલ્મ RRRને ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ્સની બે કેટેગરી માટે નોમિનેટ કરવામાં આવી હતી અને આ ફિલ્મે એક કેટેગરીમાં ઍવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ RRRના ગીત ‘નાટુ નાટુ’ ને ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડથી નવાઝવામાં આવ્યો છે.

શું દેશી કે શું વિદેશી દરેક વ્યક્તિમાં આ ગીતને લઈને એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ગીત અંગે આનંદ મહિન્દ્રાએ પણ એક વીડિયો શેર કર્યો છે. જેમા વિશ્વના પ્રખ્યાત અને બહુ જાણીતા કોમેડિયન લોરેલ અને હાર્ડી RRRના નાટુ નાટુ ગીત પર તેમની જ સ્ટાઈલમાં નાચતા જોવા મળી રહ્યા છે.

અહીં જુઓ વીડિયો

 

 

આ વીડિયોને બિઝનેસ ટાઈકૂન આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. તેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યુ છે, #NaatuNaatuની આકર્ષણથી કોઈ આકર્ષાયા વિના રહી ન શકે. ભલે પછી તે ભૂતકાળના કલાકારો જ કેમ ન હોય. જો કે કોમેડિયન લોરેલ અને હાર્ડીની પરફોર્મેન્સ ખરાબ નથી. આ લખાય છે ત્યાં સુધીમાં આ ક્લિપને 3.5 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને કમેન્ટ કરી તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

એક યૂઝરે જણાવ્યુ કે આવા જ ટ્વીટ તેમને અન્ય બિઝનેસમેન કરતા અલગ બનાવે છે. તો અન્ય યુઝરે લખ્યુ છે કે હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છુ. આ ઉપરાંત અન્ય પણ ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ અલગ રીતે પ્રશંસા કરી છે.